જાંબુઘોડા અભ્યારણમાં આવેલા શ્રી ઝંડ હનુમાન મંદિરે હનુમાન જન્મોત્સવને લઇ હજારોની સંખ્યામા દાદાના ભક્તો દર્શનાર્થે ઉમટ્યા

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૨.૪.૨૦૨૫
આજે શનિવાર અને ચૈત્ર સુદ પૂનમ ના દિવસે હનુમાન જયંતિને લઈ પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા અભ્યારણમાં ડુંગરોની હારમાળાઓ વચ્ચે બિરાજેલા શ્રી ઝંડ હનુમાન દાદાના મંદિરે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તોનો ઘસારો જોવા મળ્યો હતો જ્યારે શ્રી હનુમાન જન્મોત્સવને લઈ શ્રી ઝંડ હનુમાન મંદિરે ત્રણ દિવસ પહેલાથી જ તળામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી જ્યારે ગતરાત્રિના 12 કલાકે હનુમાનજીની આરતી પણ કરવામાં આવી હતી જેનો મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો જ્યારે શ્રી હનુમાન જયંતી ને લઈ ગતરાત્રી થી જ મોટી સંખ્યામાં શ્રી ઝંડ હનુમાન મંદિરે ભક્તોનો ઘસારો જોવા મળ્યો હતો જ્યારે આજે શનિવારે હનુમાન જયંતી ના દિવસે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તોનો ઘસારો જોવા મળી રહ્યો હતો જ્યારે ઝંડ હનુમાન મંદિર ખાતે દર્શનાર્થે આવતા ભક્તો માટે ત્રણ જેટલા ભંડારાઓનું આયોજન પણ હનુમાન ભક્તો કરવામાં આવ્યું છે જેનો ભક્તો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.









