ARAVALLIGUJARATMEGHRAJ

મેઘરજ માર્કેટ યાર્ડ પાછળ ના રોડ પર પીવાના પાણી ની પાઇપ લાઈન તૂટી જતાં હજારો લીટર પીવાના સ્વચ્છ પાણી નો વેડફાટ 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

મેઘરજ માર્કેટ યાર્ડ પાછળ ના રોડ પર પીવાના પાણી ની પાઇપ લાઈન તૂટી જતાં હજારો લીટર પીવાના સ્વચ્છ પાણી નો વેડફાટ

હાલ મેઘરજ નગરમાં ચોમાસામાં પાણી વહેતુ હોય તેવા ધ્રશ્યો સામે આવ્યા છે જેમાં માર્કેટ યાર્ડ ના પાછરના ભાગમાં પીવાના પાણીની પાઇપ લાઈનમાં ભંગાણ સર્જાયું હતું અને પાઇપ તૂટી જતા હજારો લીટર પીવાના સ્વચ્છ પાણી નો વેડફાટ થતો હોય તેનો વિડિઓ વાયરલ થયો છે ઓવર લોડીંગ ટ્રક નીકળતાં પાઇપ ફાટી હોવાની ચર્ચા સાથે વિડિઓમાં ઉલ્લેખ છે સવાર થી પાણી વહી રહ્યું છે પરંતુ ગામ પંચાયત ના આંખ આડા કાન કર્યા હોય તેવી સ્થિતિ જોવા મળી હતી વેરો લેવા પઠાણી ઉઘરાણી કરતાં પંચાયત ના કર્મીઓ ને જાહેર માર્ગ પર પાણી નો વ્યય નથી જોવાતો..? ગામ માં એકાંતરે દિવસે પાણી આપવામાં આવે છે જ્યારે સ્વચ્છ પાણી ના વેડફાટ મામલે ઉદાસીનતા કેમ..?જેવા અનેક સવાલો છે વહેલી સવાર થી પાણી રસ્તા પર વહેતા રસ્તા પર નદી જેવા દ્રશ્યો છતાં કોઈ સમારકામ કરવા નથી પહોચ્યું અને વોટ લેવા માટે ગલી ગલી માં ઘુસી જતાં ચુંટાયેલા પ્રતિનિધિઓ પાણી ના વેડફાટ મામલે કેમ ચૂપ છે..? તેવા આક્ષેપ સાથે જાગૃત નાગરિકે વિડિયો વાયરલ કર્યો હતો ઓવરલોડ રેતી ભરેલી ટ્રક કોની હતી અને કેવી રીતે પાઇપ તૂટી તેની તપાસ કરી કાર્યવાહી થાય તે જરૂરી છે

 

Back to top button
error: Content is protected !!