ARAVALLIGUJARATMALPUR

માલપુરના યુવા ભાજપના કાર્યકર પર થયેલ હુમલાના 3 આરોપીઓ મેઘરજ નજીક થી ઝડપાયા..!!

અરવલ્લી

અહેવાલ : હિતેન્દ્ર પટેલ

માલપુરના યુવા ભાજપના કાર્યકર પર થયેલ હુમલાના 3 આરોપીઓ મેઘરજ નજીક થી ઝડપાયા..!!

જીલ્લા પંચયાત ઉપપ્રમુખના ભાઈએ ભાજપના કાર્યકરનો પીછો કરી હાથપગ તોડી નાખ્યા હતા ભાજપના કાર્યકર બીપીન પટેલે જીલ્લા પંચયાત ઉપપ્રમુખ નિર્ભયસિંહ રાઠોડ ઉર્ફે પિન્ટુ બાપુ સામે ભ્રષ્ટાચારને ખુલ્લો પાડતા આક્ષેપ કરતા કરાયો હતો હુમલો..!!

અરવલ્લી જીલ્લા પંચયાત ઉપપ્રમુખ નિર્ભયસિંહ રાઠોડ ઉર્ફે પિન્ટુ બાપુ વિકાસના કામોની ગ્રાન્ટમાં ભારે ભ્રષ્ટાચાર કરતા હોવાના આક્ષેપ સાથે જીલ્લા કલેક્ટર અને ડીડીઓને અનેક વખત રજૂઆત કરનાર અને સરપંચની ચૂંટણીમાં નિર્ભયસિંહ રાઠોડના પિતા સામે ઊભા રહેનાર બીપીન પટેલ પર અગાઉ બે વાર હુમલાની ઘટના બની ચૂકી છે આ અંગે માલપુર પોલીસ સ્ટેશનમાં બે વાર જાણવાજોગ ફરિયાદ પણ કરી ચૂક્યા છે જોકે જાણે અસામાજિક તત્વોને પોલીસનો કોઇ ખોફ જ ન હોય તેમ મોડાસા ભાજપના કાર્યક્રમમાં હાજરી આપી પરત ફરી રહેલા બીપીન પટેલની રેકી કરી માલપુરના સુંદરપુર ગામ નજીક થાર ગાડીમાં પહોંચી નિર્ભયસિંહ રાઠોડના નાના ભાઈ પ્રિતેશસિંહ રાઠોડ અને તેના બે સાગરીતોએ લોખંડના સળિયાથી હુમલો કરી ધારિયાના ઘા ઝીંકી ફરાર થઈ જતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત બીપીન પટેલને તાબડતોડ માલપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો માલપુર પોલીસે ત્રણ લોકો સામે ફરીયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.સાથે ગઈ કાલે ચૌધરી સમાજના આગેવાનો દ્વારા બિપિનભાઈના સમર્થનમાં જિલ્લા SP કચેરી ખાતે પોલિસ વડાને જે માલપુર પોલિસ સ્ટેશન ખાતે ફરિયાદ થઇ છે તેમાં ગુન્હાને લગતી અન્ય કલમો ઉમેરવા તેમજ આરોપીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવેં તેવી માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું.પ્રાપ્ત માહિતી મુજબ LCB PI ના જણાવ્યા મુજબ ગત રાત્રીના સમયે મેઘરજ નજીક થી ત્રણેય આરોપીઓ ને ઝડપી પાડી માલપુર પોલિસ ને સોંપવાના આવ્યા હોવાનું જણાવ્યું હતું.જેને લઇ માલપુર પોલિસ સ્ટેશન ત્રણેય આરોપીની અટક કરી યોગ્ય કાર્યવાહી હાથ ધરી હતી અંતે આરોપીઓ પ્રિતેશસિંહ બહાદુરસિંહ રાઠોડ , શીવાભાઈ જેશાભાઈ પાંડોર,અને રમેશભાઈ પ્રતાપભાઈ પાંડોર ને ઝડપી પાડી માલપુર પોલિસ સ્ટેશન એ યોગ્ય કર્યવાહી હાથ ધરી છે

Back to top button
error: Content is protected !!