GUJARATSABARKANTHA
ખેડબ્રહ્મા તાલુકાના દામાવાસ કંપા ખાતે આજરોજ સાડા ત્રણ ઇંચ પડેલ વરસાદ

ખેડબ્રહ્મા તાલુકાના દામાવાસ કંપા ખાતે આજરોજ સાડા ત્રણ ઇંચ પડેલ વરસાદ જેથી ભીમાક્ષી નદીમાં આવેલું પૂર ચાલુ વર્ષે ચોમાસાની સિઝન શરૂઆત થઈ ત્યારથી સતત થોડો ઘણો વરસાદ ચાલુ જ છે પરંતુ આજ રોજ 10:30 કલાકે અચાનક વરસાદ સાડા ત્રણ ઇંચ વરસાદ થવાથી ભીમાક્ષી નદીમાં પૂર આવેલ હતું અને સતત વરસાદથી ખેતીના પાકોમાં હાલમાં કપાસ બિયારણ પ્લોટ ની સિઝન ચાલુ હોવા છતાં વરસાદ હોવાથી ખેડૂતો મૂંઝવણમાં મુકાયેલ છે તેમજ બીજા અન્ય પાકો જેવા કે મગફળી સોયાબીન અડદ મકાઈ કપાસ જેવા પાકોને પણ વરસાદ વધુ થવાથી ખેતીમાં મોટું નુકસાન થવાની ભીતિ છે ચાલુ વર્ષે લીલા દુષ્કાળ જેવી સ્થિતિ થઈ છે
અહેવાલ:- પ્રતિક ભોઈ


