તા.૨૦.૦૯.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Garbada:”સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અભિયાન અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અભલોડ ખાતે યોજાયેલ આરોગ્ય શિબિરમા ૧૨૫ લાભાર્થીઓએ લાભ લીધો
“સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અભિયાનના અનુસંધાનમાં દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના અભલોડ ગામે આવેલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં વિશાળ આરોગ્ય શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ આરોગ્ય શિબિરનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓના આરોગ્ય અંગે જાગૃતિ ફેલાવવી તેમજ ગ્રામ્ય જનતાને વિવિધ આરોગ્યલક્ષી સેવાઓથી વાકેફ કરાવવાનો રહ્યો હતો. આ શિબિરનું ઉદ્ઘાટન અભલોડ ગ્રામ પંચાયતના સરપંચ ધર્મેશ ભરવાડ, પરશુ ભાભોર તથા મેશાબેન ભાભોરની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.શિબિર દરમિયાન વિવિધ આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવી🔹 ANC અને PNC સેવાઓ: ગર્ભાવસ્થા દરમિયાન અને પ્રસૂતિકાળ પછી માતાઓ માટેની આરોગ્ય સેવાનો લાભ.🔹 રસીકરણ અને બાળ આરોગ્ય: બાળકના વિકાસ માટે જરૂરી રસીકરણ સેવાઓ🔹 કિશોરી સ્વાસ્થ્ય: એનિમિયા નિયંત્રણ અને માસિક ધર્મ દરમિયાન સ્વચ્છતાનું માર્ગદર્શન.🔹 બિન ચેપી રોગોનું સ્ક્રીનિંગ: ડાયાબિટીસ, બ્લડ પ્રેશર તથા બ્રેસ્ટ, સર્વાઇકલ અને ઓરલ કેન્સર સ્ક્રીનિંગ.🔹 સિકલ સેલ રોગનું નિદાન અને પરામર્શ.🔹 ટી.બી. અને આંખોની તપાસ તથા દવા આપવામાં આવી.🔹 આયુષ્યમાન ભારત અને વય વંદન કાર્ડ સંબંધિત માર્ગદર્શન અને નોંધણી.આ આરોગ્ય શિબિરનું માર્ગદર્શન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અભલોડના મેડિકલ ઓફિસર ડૉ. ટીના માલીવાડ દ્વારા આપવામાં આવ્યું હતું. તેમણે શિબિર દરમિયાન “નારીશક્તિ” વિષય પર પ્રેરણાદાયક ઉદ્ઘાટક ભાષણ આપતાં મહિલાઓને પોતાનું આરોગ્ય અને સશક્તિકરણ અંગે જાગૃત થવા પ્રેરિત કર્યા.આ પ્રકારની આરોગ્ય શિબિરો ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય જાગૃતિ ફેલાવવાનું ઉત્તમ માધ્યમ છે. “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અભિયાન હેઠળ યોજાયેલી આ શિબિર દ્વારા અનેક પરિવારોએ આરોગ્યલાભ મેળવી મહિલાઓમાં જાગૃતિનો ધસારો અનુભવાયો છે. આ શિબિરનું સફળ આયોજન આરોગ્ય વિભાગના સ્ટાફ, આશાબહેનો તથા સ્થાનિક ગ્રામજનોના સહયોગથી શક્ય બન્યું હતું