શકરાવેરી કંપાસિયા પ્રાથમિક શાળા અને ધનપુરા પાલડીખેડા કપાસિયા બે પ્રાથમિક શાળાઓમાં ભોજન પ્રસાદ પીરસાયું

23 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
સ્વ.ધર્મીબેન મોહનલાલ ગોહિલ, યાદમાં તિથિ ભોજન શકરાવેરી કંપાસિયા પ્રાથમિક શાળા અને ધનપુરા પાલડીખેડા (કપાસિયા) બે પ્રાથમિક શાળાઓમાં ભોજન પ્રસાદ પીરસાયું. પાલનપુર થી ૪૫ કિલો મીટર દૂર આવેલ છે શકરાવેરી કંપાસિયા પ્રાથમિક શાળા માં વિદ્યાર્થીઓને જીવ દયા ફાઉન્ડેશન દ્વારા સ્વ.ધર્મીબેન મોહનલાલ ગોહિલ, તેમના સુપુત્ર અલકેશ ભાઈ ગોહિલ સહયોગ થી શાળામાં ભણતા 450 વિદ્યાર્થીઓને પુરી સબ્જી. દાળ ભાત.નું ભોજન પીરસાયું
શાળાના આચાર્ય અને સ્ટાફગણ ઠાકોર દાસ ખત્રી નો આભાર વ્યક્ત કર્યો હતો.
તથા પાલનપુર થી ૪૫ દૂર આવેલી અને ધનપુરા પાલડીખેડા પ્રાથમિક શાળા
માં વિદ્યાર્થીઓને ભોજન આપવામાં આવ્યો અને બાળકોના ચહેરા પર આવેલી સ્માઈલ જ અઢળક, અનહદ,આનંદ મળ્યા બાળકો આનંદિત થઈ ગયા અને આશીવાદ આપ્યા.શાળામાં વિદ્યાર્થીઓ ખુશ થઈ ગયા હતા વિદ્યાર્થીઓ અને શિક્ષણ ગણમાં ખુશી ફેલાઈ હતી.સેવા કાર્યમાં જીવ દયા પ્રેમી ઠાકોરદાસ ખત્રી, પરાગ ભાઈ સ્વામી. દિનેશભાઈ શર્મા સાહેબ.ધ્રુવભાઈ ગોહિલ. એન શાળા આચાર્ય અને મિત્રો સહિત તમામનો શાળા વતી ઠાકોરદાસ ખત્રી નો ખૂબખૂબ આભાર માનવામાં આવ્યો હતો જીવદયા ફાઉન્ડેશનના પ્રમુખ જીવદયા પ્રેમીઠાકોર દાસ ખત્રી. જણાવ્યું હતુંકે શ્રાવણ મહિનામા પાલનપુરમાં અને આજુબાજુ આદિવાસી વિસ્તારમાં અલગ અલગ સેવાઓ નાના બાળકો માટે સ્કુલ બેગ નાસ્તો અને ભોજન. સ્લીપર ચપ્પલ સ્કૂલ બુટ, ગૌ માતાની ઘાસચારો આપો કુતરાઓને દૂધ રોટલી ભાત આપવા તથા શાળામાં સ્ટેશનરી સામાનનું વિતરણ કરવામાં આવશે શ્રાવણ મહિના સુધી સેવા ચાલુ
રહેશે








