તા.૨૬.૦૭.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદમાં SBI લોન કૌભાંડમાં અમદાવાદ ના આશ્રમ રોડ ઉપર આવેલ ઈઝી ફાઇનાન્સ ના ત્રણ લોન એજન્ટ નકલી એસટી ચાલક અને એક શિક્ષકની પણ ધરપકડ
દાહોદ શહેરમાં એસબીઆઇ બેંક ની બે અલગ અલગ બ્રાન્ચમાં પૂર્વ બ્રાન્ચ મેનેજર તેમજ એજન્ટો દ્વારા લોન ધારકોના મેળાપીપળામાં ખોટા દસ્તાવેજો ઉભા કરી અંદાજે સાડા પાંચ કરોડ રૂપિયાની લોનો મંજૂર કર્યાના બનાવમાં દાહોદ પોલીસે વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તેઓને આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરતા ત્રણેયના ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યાનો તેમજ ગતરોજ ધરપકડ કરવામાં આવેલ બ્રાન્ચ મેનેજર ના વધુ ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
દાહોદ શહેરમાં આવેલ SBI બેન્ક ની મુખ્ય બ્રાન્ચ સહિત બે બ્રાન્ચોમાં બેંકના પૂર્વ બ્રાન્ચ મેનેજર, એજન્ટો તેમજ લોન ધારકો દ્વારા એકબીજાના મેળાપીપણામાં ખોટા બનાવટી દસ્તાવેજો ઉભા કરી અંદાજે સાડા પાંચ કરોડ રૂપિયાની લોન મંજૂર કરાવી લીધી હતી. આ મામલો બેંક વહીવટના ઓડિટમાં સામે આવતા ચકચાર સાથે ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ સંબંધે દાહોદ SBI Bank ના બ્રાન્ચ મેનેજર દ્વારા આ ગુન્હામાં સંડોવાયેલ બે પૂર્વ બ્રાન્ચ મેનેજરો, એજન્ટો તેમજ લોનધારકો મળી 30 થી વધુ આરોપીઓ સામે દાહોદ એ ડિવિઝન અને દાહોદ બે ડિવિઝન પોલીસ મથક એમ અલગ અલગ બે પોલીસ ફરિયાદો નોંધાવતા આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં દાહોદ ડીવાયએસપી જેપી ભંડારી દ્વારા તપાસનો ધમધમાટ આરંભ કરતા છેલ્લા બે દિવસમાં 18 જેટલા આરોપીઓને પોલીસે ધરપકડ કરી લીધી હતી અને તેઓના પોલીસ રિમાન્ડ પણ નામદાર કોર્ટમાંથી મંજૂર કરી આગળ નો તપાસ નો ધમધમાટ આરંભ કર્યો હતો અને આ ગુન્હામાં સામેલ અન્ય આરોપીઓ ના પણ ધરપકડના ચક્રો ગતિમાન કરતા આજરોજ પોલીસે વધુ ત્રણ આરોપીઓ જેમાં ધન્ય શાહ, મૌલિક શાહ અને ઉત્સવ અદાણીની પોલીસે ધરપકડ કરી લઈ દાહોદની નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જ્યાં દાહોદની નામદાર કોર્ટ દ્વારા ઉપરોક્ત ત્રણેય આરોપીઓના ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા જ્યારે બીજી તરફ ગતરોજ પોલીસે બ્રાન્ચ મેનેજર ગુરમીતસિંહ બેદી ના પોલીસે બે દિવસના પોલીસ મેળવ્યા હતા ત્યારે આજરોજ ગુરમીતસિંહ બેદી ના પોલીસ રિમાન્ડ પૂરા થતા તેને આજરોજ પુનઃ કોર્ટમાં રજૂ કરતા દાહોદની નામદાર કોર્ટ દ્વારા ગુરમીતસિંહ બેદી ના વધુ ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ નામદાર કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે. SBI ના આ ગુન્હા સબબ પ્રકરણમાં આગામી દિવસોમાં અનેક એજન્ટો તેમજ લોનધારકો પણ પોલીસના શકંજામાં આરોપી તરીકે આવી શકે તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે