
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મોડાસા : ધનસુરા નજીક વળાંકમાં હનુમાનજીના મંદિર પાસે ટ્રક રોડની સાઈડમાં ખાડામાં ખાબકતા ટ્રક ડ્રાઇવર અને કંડકટરનો આબાદ બચાવ
તારીખ 19 5 2025 ને 12:00 વાગે મોડાસા થી માર્બલ ભરેલ ટ્રક જતો હતો ધનસુરા નજીક વળાંકમાં હનુમાનજીના મંદિર પાસે ટ્રક રોડની સાઈડમાં ખાડામાં ખાબકતા ટ્રક ડ્રાઇવર અને કંડકટરનો આબાદ બચાવ થયેલો હતો.ખાઈમાં ખાબકતા ટ્રક ભાગીને ભુક્કો થઈ ગયેલ હતો ટ્રકની બોડીમાં કંડકટર ફસાઈ જતાં મોડાસા ફાયર બ્રિગેડને કોલ મળતા મોડાસા ફાયર બ્રિગેડ ની ટીમ ઘટના સ્થળે પહોંચી કટર ની મદદ થી ટ્રક ના પતરા કાપી કન્ડક્ટર ને બહાર કાઢી સારવાર અર્થે ખસેડાયો હતો




