
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, પ્રદેશ મહામંત્રી સાગર રબારી અને કિસાન સેલ પ્રદેશ પ્રમુખ રાજુભાઈ કરપડાની આગેવાનીમાં કચ્છમાં વિજય સંદેશ યાત્રાનું આયોજન.
ભાજપના રાજમાં જે નિરાશા ફેલાઈ હતી તે નિરાશા વચ્ચે વિસાવદરની જીત એક આશાનું કિરણ બનીને આવી છે: ઈસુદાન ગઢવી.
વિસાવદરે સંદેશો આપ્યો કે ભાજપ પાર્ટી હારવી જોઈએ: ઈસુદાન ગઢવી.
વિસાવદરે સંદેશો આપ્યો કે તમામ લોકો એક થઈ જાય તો ભાજપને હરાવી શકાય છે: ઈસુદાન ગઢવી.
રોડ શો નિકાળવા લાયક રોડ જ નથી બચ્યા: કૈલાસદાન ગઢવી.
ભાજપના માણસો સરકારી યોજનાઓનો ફાયદો ઉઠાવી લે છે અને ગરીબ માણસ ફક્ત જોતો રહી જાય છે: સાગર રબારી.
એક વરસાદમાં પણ ભાજપના 30 વર્ષના કુશાસનની પોલ ખૂલી જાય છે: રાજુ કરપડા.
ભાજપને હરાવવા તમામ જાતિ જ્ઞાતિના લોકોએ એક થવું પડશે: ઈસુદાન ગઢવી.
આજે જે વિસ્તારમાં જઈએ તે વિસ્તારમાં ખેડૂતોના અનેક પ્રશ્નો છે: સાગર રબારી.
મંગળ પર અને ચંદ્ર પર જવાની વાતો થઈ રહી છે અને બીજી બાજુ ભાજપના રાજમાં ગુજરાતમાં સારા રસ્તાઓ પણ નથી: સંજય બાપટ.
ગાંધીજી અને સરદાર પટેલની જેમ ગુજરાતના યુવાનોએ પણ ગુજરાતને ભાજપમુક્ત કરવા માટે આગળ આવવું પડશે: રાજુ કરપડા.
વિસાવદરની જીત બાદ આમ આદમી પાર્ટીની જવાબદારીઓ હતી: ઈસુદાન ગઢવી.
લોકોના પ્રશ્નોનું સમાધાન લાવવાની જગ્યાએ સરકાર જનતાનું શોષણ કરી રહી છે: ઈસુદાન ગઢવી.
ગુજરાતના અનેક ગામડાઓમાં સારી શાળાઓ નથી, દવાખાનાઓ નથી અને ગ્રામ પંચાયતોની હાલત પણ તૂટેલી છે: ઈસુદાન ગઢવી.
સંવિધાન અને દેશને બચાવવા માટે ભાજપના લોકોને ભગાડવા પડશે: ઈસુદાન ગઢવી.
ખેડૂતોને જબરદસ્તી પકડાવવામાં આવતું નેનો અમે બંધ કરાવીશું: ઈસુદાન ગઢવી.
સ્થાનિક સ્વરાજ અને વિધાનસભાની ચૂંટણીમાં AAP નવો ઈતિહાસ રચશે: સાગર રબારી.
2027માં આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી બનશે: રાજુ કરપડા.
વિસાવદરની જીતની ઉજવણી માટે આજે કચ્છમાં વિજય સંદેશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિસાવદરની જનતાએ આમ આદમી પાર્ટીને જીતાડીને જે સંદેશો આપ્યો છે તે સંદેશા ને ગુજરાતના ખૂણે ખૂણે પહોંચાડવા માટે આ વિજય સંદેશ યાત્રાની શરૂઆત થઈ છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી અને પ્રદેશ મહામંત્રી સાગર રબારી તથા કિસાન સેલના પ્રદેશ પ્રમુખ રાજુભાઈ કરપડાની આગેવાનીમાં કચ્છ ખાતે વિજય સંદેશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિજય સંદેશ યાત્રામાં કચ્છ ઝોન કાર્યકારી પ્રમુખ કૈલાશ દાન ગઢવી, ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામ, પ્રદેશ પ્રવક્તા કરસનદાસ બાપુ ભાદરકા અને ઝોન ઓબ્ઝર્વર સુરેન્દ્ર કૌશિક, રાકેશ ભારતી અને કાર્યકરી પ્રમુખ કચ્છ ઝોન કૈલાસદાન ગઢવી, ઝોrન પ્રભારી સંજય બાપટ, કચ્છ લોકસભા ઇન્ચાર્જ ગાંગજી મહેશ્વરી, પુર્વ કચ્છ જીલ્લા પ્રમુખ ડૉ કાયનાત અંસારી આથા, પશ્ચિમ કચ્છ જીલ્લા પ્રમુખ ઝૂઝરદાન ગઢવી, પૂર્વ કચ્છ મહામંત્રી નિલેશ મહેતા હાજર રહ્યા હતા. આ વિજય સંદેશ યાત્રામાં કચ્છ જિલ્લા અને તાલુકાથી મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના પ્રદેશના અને સ્થાનિક પદાધિકારીઓ તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા. કચ્છના સંગઠન દ્વારા વિજય સંદેશ યાત્રાનું સુંદર આયોજન કરીને કચ્છમાં વિજય સંદેશ યાત્રાને સફળ બનાવી. આ કાર્યક્રમમાં કચ્છના વેપારીઓ, ખેડૂતો અને યુવાનો સહિત મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા અને કચ્છના લોકો પણ હવે આમ આદમી પાર્ટીને 2027ની ચૂંટણીમાં વિજય બનાવવા માટે તૈયાર છે.આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ગુજરાત હાલ ખૂબ જ કપરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. હાલ ગુજરાતના તમામ વર્ગના લોકો અનેક સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે. અને આ સમયમાં વિસાવદરની ચૂંટણીએ ગુજરાતની રાજનીતિને નવો વળાંક આપ્યો હતો. વિસાવદરની ચૂંટણી બાદ આજે સમગ્ર ગુજરાતના લોકો આમ આદમી પાર્ટી પાસેથી ઉમ્મીદ રાખીને બેઠા છે અને તમામ લોકોને વિશ્વાસ આવી ગયો છે કે ગુજરાતમાં ભાજપનો એક નવો વિકલ્પ બનીને આમ આદમી પાર્ટી આવી છે. પરંતુ આ માટે ગુજરાતના લોકોએ એકજૂટ થવું પડશે અને તમામ જાતિ જ્ઞાતિના લોકોએ સાથે મળીને ભાજપના વિરુદ્ધ ઉભા થવું પડશે. ગુજરાતમાં મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ એમ બે મહાન નેતાઓ થઈ ગયા, તેઓએ પણ અંગ્રેજોથી દેશને આઝાદી અપાવવા માટે દિવસ રાત મહેનત કરી અને તમામ લોકોએ સાથે મળીને દેશને આઝાદી અપાવી હતી, તો હવે ગુજરાતના લોકોએ પણ અને ખાસ કરીને ગુજરાતના યુવાઓએ ગુજરાતની રાજનીતિમાં જોડાવું પડશે અને ગુજરાતની પરિસ્થિતિને બદલવા માટે પોતે આગળ આવવું પડશે.ગુજરાતમાં આજે 54 લાખ ખેડૂતો છે અને કુલ મળીને 1 કરોડ ૨૦ લાખથી વધુ શ્રમિકો છે, પરંતુ આજે આ ખેડૂતોને પૂરતા ભાવ નથી મળતા, પૂરતા પ્રમાણમાં ખાતર નથી મળતું, સમયસર વીજળી અને પાણી નથી મળી રહ્યું, જેના કારણે ફક્ત કચ્છ કે વિસાવદરના જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતના ખેડૂતો પરેશાન છે. આ સિવાય નકલી બિયારણ, નેનો ખાતર, જેવી બીજી અનેક વધારાની સમસ્યાઓથી પણ ખેડૂતો ખૂબ જ પરેશાન છે અને આ સમસ્યાઓને ખતમ કરવામાં ફક્ત આમ આદમી પાર્ટી જ ગુજરાતના ખેડૂતોને મદદ કરી શકે છે. આજે વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલીયાને ભવ્ય જીત મળી તેમાં ખૂબ જ મહત્વનો ભાગ વિસાવદરના ખેડૂતોએ ભજવ્યો હતો. તો હવે સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટીને વધુ મજબૂત બનાવવા માટે અને 2027માં ખેડૂતોએ પોતાની અને જનતાની સરકાર બનાવવા માટે ફરી એકવાર આમ આદમી પાર્ટીને જબરદસ્ત સમર્થન આપવું પડશે. આપણે તમામ લોકો સાથે મળીને ચોક્કસ ગુજરાતની પરિસ્થિતિને બદલી શકીશું એવો મને વિશ્વાસ છે.ત્યારબાદ આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી સાગર રબારીએ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, મહાભારતમાં દ્રોપદીનું ચીર હરણ સમગ્ર સભાએ નહોતું કર્યું પરંતુ ફક્ત દુશાસાને કર્યું હતું. તેમ છતાં પણ જે પણ લોકો મૌન રહીને એ ચીરહરણને જોઈ રહ્યા હતા અથવા તો સમર્થન આપી રહ્યા હતા એ તમામ લોકોને મહાભારતના યુદ્ધમાં સજા આપવામાં આવી હતી. આજે આખા જિલ્લામાં કે આખા ગુજરાતમાં જે પણ લોકો શિક્ષણના મુદ્દે, આરોગ્યના મુદ્દે, રોડ રસ્તાના મુદ્દે, જમીનના મુદ્દે, ખેડૂતોના મુદ્દે, યુવાનોના મુદ્દે, મહિલા સુરક્ષાના મુદ્દે ભાજપનો તમાશો જોઈ રહ્યા છે તે લોકો પણ એટલા દોષી છે જેટલા દોષી ભાજપના લોકો છે. ગુજરાતમાં ભાજપના રાજમાં રોડ રસ્તાની હાલત એટલી ખરાબ છે કે જેની કોઈ કલ્પના પણ ન કરી શકે. આજે રોડ શો કાઢવા માટે રોડ પણ નથી કારણ કે ચારે બાજુ ખાડાઓનું રાજ છે. પરંતુ આજે દુઃખદ બાબત છે કે કોઈપણ વ્યક્તિ બોલવા માટે તૈયાર નથી કે કેટલો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. હમણાં જ ભ્રષ્ટાચારના કારણે એક પુલ તૂટ્યો અને અનેક લોકો મૃત્યુ પામ્યા તો આવા તમામ મુદ્દાઓ પર જનતા એક થવું પડશે અને જનતા અવાજ ઉઠાવીને સરકારની આંખો ખોલવી પડશે. જો તમામ લોકો એક થઈ જાય તો ચોક્કસ આવનારી વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતભરમાં પરિવર્તન આવી શકે છે.ત્યારબાદ આમ આદમી પાર્ટીના કિસાન સેલના પ્રદેશ પ્રમુખ રાજુભાઈ કરપડાએ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભાજપનું શાસન છે અને હાલ સમગ્ર ગુજરાતમાં લોકો અનેક સમસસ્યાઓથી પીડાઈ રહ્યા છે. સરકાર આ સમસ્યાઓનું સમાધાન લાવવા માટે આજે કોઈપણ પ્રકારનું કામ કરી રહી નથી અને લોકોનો અવાજ પણ સાંભળતી નથી જે ખૂબ જ દુઃખદ બાબત છે. ભાજપ સરકારે ગુજરાતના લોકોને એવી પરિસ્થિતિમાં મૂક્યા છે જેના કારણે આજે ગુજરાતના તમામ વર્ગના લોકો નિરાશ છે. આવી નિરાશાના સમયમાં વિસાવદરની ચૂંટણી આવી અને સમગ્ર ગુજરાતને આશાનું કિરણ બની. આમ આદમી પાર્ટીને ખૂબ જ મોટી અને મહત્વપૂર્ણ જીત અપાવવા માટે હું વિસાવદરના અને ગુજરાતના તમામ લોકોનો આભારી છું. ગુજરાતમાં લોકોનો અવાજ ઉઠાવીને એક યુવાનોની નવી પાર્ટી આગળ વધી રહી છે અને સમગ્ર ગુજરાતમાંથી લોકોનું જબરદસ્ત જનસમર્થન મળી રહ્યું છે, તે પરિવર્તનની નિશાની છે. આમ આદમી પાર્ટીના એક એક કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીને વધુને વધુ મજબૂત બનાવવા માટે તૈયાર થઈ જાય. હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે અને ત્યારબાદ વિધાનસભાની ચૂંટણી પણ આવશે માટે આમ આદમી પાર્ટીના તમામ યોદ્ધાઓએ આવનારા અઢી વર્ષ સુધી દિવસ રાત મહેનત કરીને આ બંને મહત્વપૂર્ણ ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીને જીત અપાવીને નવો ઇતિહાસ લખવાનો છે.










