ARAVALLIGUJARATMODASA

અરવલ્લી : ભિલોડામાં ડીઝલ ચોરી કરતા ત્રણ ઇસમો ઝડપાયા, S.O.G પોલીસની કાર્યવાહી

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : ભિલોડામાં ડીઝલ ચોરી કરતા ત્રણ ઇસમો ઝડપાયા, S.O.G પોલીસની કાર્યવાહી

અરવલ્લી જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તે અંતર્ગત ભિલોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડીઝલ ચોરીના કેસમાં અરવલ્લી જિલ્લા S.O.G પોલીસને મોટી સફળતા મળી છે.

નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ (ગાંધીનગર વિભાગ) તથા જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજા દ્વારા જિલ્લામાં ચોરી, લૂંટ અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે અસરકારક કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી. જેના અનુસંધાને S.O.G પોલીસ ઇન્સ્પેક્ટર એચ.પી. ગરાસીયાના માર્ગદર્શન હેઠળ PSI એ.એચ. રાઠોડ અને પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા.આ દરમિયાન ભિલોડા કંપાગામની સીમમાં મઉટાંડા જવાના ત્રણ રસ્તા પાસે બોલેરો ટેન્કર (નં. GJ-08-AU-9565) માંથી ગેરકાયદેસર રીતે ડીઝલ ચોરી કરવામાં આવી રહી હોવાની માહિતી મળતા પોલીસે સ્થળ પર દરોડો પાડ્યો હતો. પોલીસે ઇક્કો ગાડી (નં. GJ-09-BK-8597) માં અલગ-અલગ પ્લાસ્ટિકના કેનામાં કુલ 158 લિટર ડીઝલ (કિંમત રૂ. 11,060/-) ભરતા ત્રણ ઇસમોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.પોલીસે આરોપીઓ પાસેથી ડીઝલ સહિત કુલ રૂ. 14,378/-નો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને તેમના વિરુદ્ધ ભિલોડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પકડાયેલા આરોપીઓ :

1) હેતુદાન ઇશ્વરદાન ગઢવી (હાલ – આર.એમ.પી.એલ. કન્સ્ટ્રક્શન કંપની પ્લાન્ટ, મુડેટી; મૂળ – લોરવાડા, તા. ડીસા, જી. બનાસકાંઠા)

2) જીગરકુમાર ભીખાભાઇ પરમાર (રહે. વસાઇ, તા. ઇડર, જી. સાબરકાંઠા)

3) દીપકભાઇ કાંતીભાઇ ચેનવા (રહે. લક્ષમણપુર ગામડી, તા. ઇડર, જી. સાબરકાંઠા)

Back to top button
error: Content is protected !!