DEDIAPADAGUJARAT

ડેડીયાપાડા માંથી પસાર થતો દારૂને રોકવા માટે ડેડીયાપાડા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ડુમખલ અને કોકટી ચેકપોસ્ટ પર હાથ ધરવામાં આવ્યું

31 થી ઉજવણી માટે ગુજરાતમાંથી દારૂ વહન કરવા માટે આ રોડ નો ઉપયોગ થાય છે જે પોલીસે સાવચેતી ના પગલા લીધા

ડેડીયાપાડા માંથી પસાર થતો દારૂને રોકવા માટે ડેડીયાપાડા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ડુમખલ અને કોકટી ચેકપોસ્ટ પર હાથ ધરવામાં આવ્યું

વાત્સલ્ય સમાચાર

જેસિંગ વાસાવા : ડેડીયાપાડા

 

31 થી ઉજવણી માટે ગુજરાતમાંથી દારૂ વહન કરવા માટે આ રોડ નો ઉપયોગ થાય છે જે પોલીસે સાવચેતી ના પગલા લીધા

 

ડેડીયાપાડા માં સરહદી વિસ્તાર મહારાષ્ટ્ર અડીને આવેલો છે જેથી ડેડીયાપાડા ના પોલીસ ઇન્સ્પેક્ટર અને સીપીઆઈ નો ચાર્જ ધરાવતા પી જે પંડ્યા દ્વારા હાલમાં ડેડીયાપાડા વિસ્તારમાં આવેલી કોકટી અને ડુંખલ ચેક પોસ્ટ નો પણ વિદેશી દારૂ ગુજરાતમાં ઠાલવવા માટે ઉપયોગ થઈ શકે તેમ હતો કારણ કે આ ચેક પોસ્ટ પણ અતિ મહત્વની છે જ્યારે બધી લાઈનો બંધ હોય ત્યારે આ લાઈનનો પણ ઉપયોગ થઈ શકતો હતો હાલમાં જિલ્લા પોલીસવડા પ્રશાંત સુબેની સૂચનાથી ઘનસરા બોર્ડર સીલ કરવામાં આવી છે જેથી આ નવી બોર્ડર પરથી વિદેશી દારૂ ગુજરાતમાં ઠાલવવા સંભાવના ના પગલે અને

વર્ષના અંતને માંડ થોડાક દિવસો બાકી છે અને નવા વર્ષ- ૨૦૨૫ની શરૂઆત થનાર છે ત્યારે લોકો થર્ટી ફર્સ્ટની ઉજવણી કરી નવા વર્ષને આવકારવા ઉજવણી કરતા હોય છે ત્યારે ગાંધીજીનું ગુજરાત દારૂબંધીને વરેલું હોય, જે તમામ બાબતોને ધ્યાન રાખી ડેડીયાપાડા પોલીસ સ્ટેશન વિસ્તારને લાગતા આંતરરાજ્ય બે ચેકપોસ્ટ ૧. કોકટી અને ૨. ડુમખલ ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર પી. જે. પંડ્યા દ્વારા જાતે તથા સાથી પોલીસ માણસો દ્વારા મહારાષ્ટ્ર તરફથી આવતા વાહનોનું રાઉન્ડ ધ ક્લોક ૨૪ કલાક સઘન ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે.

Back to top button
error: Content is protected !!