અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
ટીંટોઈ :- સુનોખ પાસે નવરંગ નામની ટ્રાવેલ્સ માંથી અમદાવાદની 17 મહિલાઓ પાસેથી 1,37,320/- રૂપિયાનો દારૂ ઝડપાયો – ટીંટોઈ પોલીસે ટ્રાવેલ્સ ચાલક સહીત 19 સામે ગુન્હો દાખલ કર્યો
દિવાળી નો તહેવાર નજીક છે અને દારૂ ગુસાડવા હવે અવનવા કિમીયા થઇ રહ્યાં છે જેમાં મહિલાઓ પણ દારૂની ખેપ મારતી જોવા મળી રહી છે સાથે મહિલાઓ એક સાથે ટ્રાવેલ્સ માં દારૂ લઇ અમદાવાદ જતા ટીંટોઈ પોલિસની ઝપેટમાં આવી છે અને ટીંટોઈ પોલીસે 17 મહિલાઓ સહીત ટ્રાવેલ્સ ચાલક અને કંડકટર સહીત 19 સામે ગુન્હો દાખલ કર્યો છે
શામળાજી થી હિંમતનગર તરફ જતા રોડે સુનોખ ગામની સિમમા સુનોખ ગામ પાસે ઓવર બ્રિજ નજીક લીલા રંગ ની નવરંગ નામની ટ્રાવેલ્સની વોચ તપાસમા હતા તે દરમ્યાન શામળાજી તરફના રોડ બાજુથી બા તમી હકીકત વાળી ટ્રાવેલ્સ આવતાં ટ્રાવેલ્સના ચાલકને પોતાના કબ્જાની ટ્રાવેલ્સ ઉભી રાખવા હાથનો તથા લાકડી નો ઈશારો કરી ઉભી રખાવી તપાસ કરતા ટ્રાવેલ્સમા ડ્રાઇવર કંડક્ટર તથા ભારતીય બનાવટના વિદેશી ઇંગ્લીશ દારૂ તથા બિયર સાથે મહીલાઓ મળી આવતા સ્થળ ઉપર અવારૂ તથા જાહેર જગ્યા હોય પ્રોહી મુદ્દામાલ ગણવો હિતાવત ના હોય જેથી પંચો સાથે સુંદર ટ્રાવેલ્સ સરકારી તથા ખાનગી વાહન દ્વારા આગળ પાછળ કોર્ડન કરી પોલીસ જાપ્તા સાથે પોલીસ સ્ટેશનન લાવી તપાસ કરતા અમદાવાની 17 મહિલાઓ પાસેથી ભારતીય બનાવટની ઇંગ્લીંશ દારૂ કવાટર તથા બીયરની ટીન બોટલ જેમાં કુલ ક્વાટર/ટીન બોટલ નંગ 723 મળી જેની કુલ કિં.રૂ.1,37,320/ નો પ્રોહી મુદ્દામાલ તથા ભારતીય બનાવટના વિદે શી દારૂની હેરાફેરીમાં વપરાયેલ ટ્રાવેલ્સ ની કીમત રૂપીયા 20,00,000/ મળી કુલ કી.રૂ.21,37,320/ નો મુદ્દામાલ સાથે ટીંટોઈ પોલીસે કુલ 19 આરોપીઓ સામે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે