ARAVALLIGUJARATMODASA

ગાંધીનગર રેન્જ આઈ.જીના બે દિવસીય વાર્ષિક ઇસ્પેકશન અને પરેડમાં ટીંટોઇ પોલીસ વ્યસ્ત રહી ને તસ્કરોએ અસાલ જીઆઈડીસીમાં ખેલ પાડી દીધો..!!!

ટીંટોઇ પોલીસની નાઈટ પેટ્રોલિંગના પોકળ દાવાઓની હવા કાઢી નાખી, ટીંટોઈ ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

ગાંધીનગર રેન્જ આઈ.જીના બે દિવસીય વાર્ષિક ઇસ્પેકશન અને પરેડમાં ટીંટોઇ પોલીસ વ્યસ્ત રહી ને તસ્કરોએ અસાલ જીઆઈડીસીમાં ખેલ પાડી દીધો..!!!

ટીંટોઇ પોલીસ સ્ટેશનના વહીવટદાર અને ડી સ્ટાફના દેશી-વિદેશી દારૂના બુટલેગરો પર ચાર હાથ છે તો ચોરીના ભેદ ઉકેલવામાં રસ કેમ નથી..??

તસ્કરોએ તરખાટ મચાવ્યો છે તો ચોરીના આરોપીઓ પકડવામાં ટીંટોઇ પોલીસના હાથ ટૂંકા કેમ પડે છે તે સવાલ લોકો પૂછી રહ્યા છે

ટીંટોઇ પોલીસની નાઈટ પેટ્રોલિંગના પોકળ દાવાઓની હવા કાઢી નાખી, ટીંટોઈ ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે

*ટીંટોઇ પોલીસ બાઈક ચોરી, લૂંટ તેમજ ઘરફોડ ચોરીના ગુના ઉકેલવામાં સરેઆમ નિષ્ફળ રહી હોવાનું ટીંટોઇ વિસ્તારના લોકો અહેસાસ અનુભવી રહ્યા છે*

ટીંટોઇ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે ચોર લૂંટારું, ગેંગ સતત લૂંટ, તસ્કરીની ઘટનાને અંજામ આપી પોલીસતંત્રને ચેલેન્સ આપી રહી છે.

ટીંટોઇ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલ અસાલ જીઆઇડીસીમાં આવેલ સ્કાય બ્લ્યુ પેટ્રોકેમની કંપનીમાં મુખ્ય ઓફિસનો બારીનો કાચ તોડી તેમજ બારીના લોખંડના સળિયા વાળી અંદર પ્રેવશ કરી ટેબલના ખાનના લોક તોડી તેમજ અન્ય કંપની તેમજ હોટલના તાળા તોડી અંદર પ્રેવશ કરી કુલ રોકડ રૂ.૧,૯૯,૦૦૦/- ની ચોરી કરી તસ્કરો ફરાર થઇ જ્તા ફેક્ટરીના મેનેજરે ટીંટોઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ પોલીસે વધુ તપાસ હાથધરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર અસાલ જીઆઇડીસી એક જ રાતમાં ત્રણ જગ્યાએ તેમજ હોટલમાં તસ્કરોએ તરખાટ મચાવી ચોરીનો અંજામ આપી ફરાર થઇ ગયા હતા. કંપની મેનેજર અને સ્ટાફ સવારે નોકરી પર આવતા ઓફિસની અંદર જોતા સ્કાય બ્લ્યુ નામની કંપનીમાં ઓફિસની અંદર તમામ રૂમોમાં સરસમાન વેર વિખેર પડેલ હતો. મુખ્ય ઓફિસની અંદર જોતા બારીના સળિયા તોડીને કોઈ અંદર આવી ચોરી કરેલ હોય તેવું લાગતા આજુબાજુ જોતા અન્ય બીજી કંપની શરાફ એગ્રો પ્રોડક્ટ પ્રા. લિમિટેડ ની કંપનીમાં પણ ચોરી કરી અન્ય બીજી ઇ-કોલી વેસ્ટ કંપનીમાં તેમજ શામળાજી હાઇવે રોડ ઉપર આવેલ મારુતિનંદન હોટલમાં પણ તસ્કરો હોટલનું દરવાજાનું લોક તોડી કાઉન્ટર ટેબલના ખાનામાંથી રોડક રકમ ચોરી તસ્કરો ફરાર થઇ ગયા હતા. હોટલ માલિકે ટીંટોઇ પોલીસને જાણ કરતા ટીંટોઇ પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથધરી હતી.

બોક્સ:- અસાલ GIDC માંથી કોના ત્યાંથી તસ્કરોએ ચોરીનો અંજામ આપ્યો તે વાંચો

૧) સ્કાયબ્લ્યુ પેટ્રોકેમ માંથી રોકડ રકમ રૂ.૪૨૦૦૦/-

૨) શરાફ એગ્રો પ્રોડક્ટ પ્રા. લી. રોડક રકમ રૂ.૧,૧૫,૦૦૦/-

૩) મારૂતિનંદન હોટલમાંથી રોકડ રકમ રૂ. ૪૨,૦૦૦/-

૪) ઇ-કોલી વેસ્ટમાં તસ્કરોનો ફેરો માથે પડ્યો.

બોક્સ:- ટીંટોઇ પોલીસના રાજમાં ચોરીની ઘટનાઓ બનવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છ

શિયાળાની ઠંડીનો ચમકારો દિવસે દિવસે વધી રહ્યો છે ત્યારે તસ્કરોને મોકળું મેદાન મળી ગયું હોય તેમ ટીંટોઇ પોલીસના રાજમાં તસ્કરોને બેફામ બની ગયા છે. છેલ્લા કેટલાય સમયથી ટીંટોઇ પોલીસ ચોરીના ભેદ ઉકેલવામાં નિષ્ફળ રહી છે. ટીંટોઇ વિસ્તારમાં વધતા જતા ગુન્હામાં ટીંટોઇ પોલીસ હજી સુધી ઘરફોડ આરોપીઓ સુધી પહોંચી નથી.

૧) ત્રણ મહિના અગાઉ જીવણપુર નજીક પેટ્રોલપંપમાં આશરે ૬૫ હજારની લૂંટ થઈ હતી એ પણ આરોપી પોલીસ પકડથી દૂર છે

૨) બોલુન્દ્રા ગામે ૨૫ દિવસ પહેલા નિવૃત શિક્ષકના ઘરે ૧૨ લાખની ચોરી થઈ હતી ટીંટોઇ પોલીસ ચોર ટોળકી ને પકડવામાં કે ભેદ ઉકેલવામાં રસ કેમ નથી.

Back to top button
error: Content is protected !!