
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
શામળાજી ખેરંચા સુર્યા એકલવ્ય સૈનિક સ્કૂલ ના ધોરણ 12 ના વિદ્યાર્થીને માર મારનાર ગૃહપતિને ગણતરીના કલાકોમાં દબોચી લેતી ટીંટોઈ પોલીસ
વિજયનગર તાલુકાના લીમડા ગામના પિન્કેશભાઈ હરજીભાઈ પાંડોરે આપેલી ફરિયાદ મુજબ તેમનો દિકરો દિવાંકર સુર્યા એકલવ્ય સૈનિક સ્કૂલ, ખેરંચા ખાતે ધોરણ-૧૨માં અભ્યાસ કરે છે અને શાળાના ભગત હોસ્ટેલમાં રહે છે. ગત તા. ૧૨ ફેબ્રુઆરીના રોજ સાંજના ભોજન દરમિયાન હોસ્ટેલના ગૃહપતિ ગુણેશારામ શર્માએ વિદ્યાર્થીને જમવાની રીત બાબતે ટકોર કરી બાદમાં તેને બહાર લઈ જઈ માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.ફરિયાદ અનુસાર, આરોપીએ વિદ્યાર્થીના કપડા તથા માથાના વાળ પકડી ગરદનના ભાગે ઢીક-મુક્કીનો માર માર્યો અને જાતિ વિષયક અપશબ્દો બોલી અપમાનિત કર્યો હતો. વિદ્યાર્થીએ બુમાબુમ કરતાં અન્ય વિદ્યાર્થીઓ દોડી આવી વધુ મારથી બચાવ્યો હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે. ઘટના બાદ વિદ્યાર્થીને ગળાના ભાગે દુખાવો થતાં ભિલોડા સબ-ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી.પિતાએ આરોપી વિરુદ્ધ કાયદેસર તપાસ અને કાર્યવાહી કરવાની માંગ સાથે પોલીસમાં ફરિયાદ નોંધાવી ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો ટીંટોઇ પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી અને ગણતરીના કલાકોમાં આરોપી ગણેશારામ પનીરામ શર્મા રહે ભીમથલ જીલ્લો બાડમેર (રાજસ્થાન)ને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.





