ANANDANAND CITY / TALUKOGUJARAT

આણંદ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં તિરંગા પદ યાત્રા યોજાઈ

આણંદ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં તિરંગા પદ યાત્રા યોજાઈ

તાહિર મેમણ – આણંદ – 11/08/2025 – સ્વતંત્રતા કા ઉત્સવ,સ્વછતા કે સંગ…ની થીમ અંતર્ગત રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં સ્વતંત્રતા સપ્તાહ દરમિયાન તિરંગા યાત્રા કાર્યક્રમની ઉજવણી સમગ્ર રાજ્યમાં કરવામાં આવી રહી છે.

 

 

 

જે અન્વયે આણંદ જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીના દિશાનિર્દેશ અનુસાર જિલ્લાના વિવિધ તાલુકાઓમાં તિરંગા પદ યાત્રા યોજાઈ હતી.

 

 

 

આણંદના ઓડ નગરપાલિકા વિસ્તારમાં આવેલી સરદાર પટેલ વિનય મંદિર હાઈસ્કૂલથી શરૂ કરીને ઓડ નગરપાલિકાના વિવિધ વિસ્તારોમાંથી નગરપાલિકા કચેરી સુધી તિરંગા પદ યાત્રા યોજાઈ હતી.જેમાં ૧૦૦૦થી વધુ લોકો સામેલ થઈને દેશભક્તિના રંગે રંગાયા હતા.

 

 

 

આ ઉપરાંત આંકલાવ તાલુકામાં આંકલાવ હાઈસ્કૂલ ખાતે થી શરુ કરીને ૨ કિમી જેટલા વિસ્તારમાં આવરી લઈને તિરંગા પદ યાત્રા યોજાઈ હતી.જેમાં મોટી સંખ્યામાં આંકલાવના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

 

 

 

આ તિરંગા યાત્રામાં નગરપાલિકાના પ્રમુખ,ઉપપ્રમુખ,

 

નગરપાલિકાની વિવિધ કમિટીના સભ્યો, પોલીસ કર્મીઓ ,નગરજનો સહિત મોટી સંખ્યામાં સ્કૂલના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

Back to top button
error: Content is protected !!