ENTERTAINMENT

‘પુષ્પા 2’ ની કમાણી 400 કરોડને પાર

અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2 રિલીઝની સાથે જ થિયેટર્સમાં એવી ધમાલ મચાવી રહી છે. ફિલ્મ રિલીઝને હજુ 2 દિવસ થયા છે અને આ બે દિવસમાં જ ફિલ્મે એટલા રૂપિયા કમાઈ લીધા છે જેટલી તો ઘણી મોટી ફિલ્મો લાઈફટાઈમ કમાણી કરી શકતી નથી. ફિલ્મ ભારતમાં તો સારું કલેક્શન કરી રહી છે સાથે જ આ ફિલ્મ વિદેશોમાં પણ મહેફિલ લૂંટતી નજર આવી રહી છે. ફિલ્મની કમાણીના બે દિવસના આંકડા આવી ગયા છે અને આ બે દિવસોમાં જ ફિલ્મે 400 કરોડથી વધુ કમાઈ લીધા છે. જો ફિલ્મ આ રીતે કમાણી કરશે તો બાહુબલી અને RRRના તમામ રેકોર્ડ તોડી દેશે.
પુષ્પા 2 ફિલ્મે વિશ્વભરમાં પહેલા દિવસની કમાણીનો સારો રેકોર્ડ તોડી દીધો, ફિલ્મે બાહુબલી અને આરઆરઆરના મોટા રેકોર્ડને ચકનાચૂર કરી દીધા અને ઓપનિંગ ડે બોક્સ ઓફિસ કલેક્શનનો નવો રેકોર્ડ બનાવી દીધો. ફિલ્મે પહેલા દિવસે વિશ્વભરમાં 275.20 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું અને ઈતિહાસ રચી દીધો. તે બાદ રિપોર્ટ્સ અનુસાર બીજા દિવસે પણ ફિલ્મે આ લયને વિશ્વભરમાં જાળવી રાખ્યો છે. ફિલ્મનું બે દિવસનું વર્લ્ડવાઈડ કલેક્શન 400 કરોડ રૂપિયાથી વધુનું થઈ ગયું છે.

Back to top button
error: Content is protected !!