તા. ૧૨.૦૮.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત દાહોદ રાજકીય રેલ્વે પોલીસે રેલ્વે સ્ટેશન ખાતે તિરંગા યાત્રા યોજાઈ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં સમગ્ર દેશમાં ૮મી થી ૧૫મી ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત કરાઈ છે જે અંતર્ગત ગુજરાતમાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શનમાં આ અભિયાન હેઠળ વિવિધ કાર્યક્રમોનું ભવ્ય આયોજનો કરવામાં આવ્યા છે.જે અન્વયે હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત દાહોદ રાજકીય રેલ્વે પોલીસ દ્વારા તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યુ. આ પ્રસંગે રેલ્વે રાજકીય પોલિસ સ્ટેશનના પોલીસ ઇસ્પેક્ટર કે.એસ દેસાઈ રાજકીય રેલ્વે પોલીસ મથકે ફરજ બજાવતા તમામ પોલીસ કર્મચારીઓ .આર.પી.એફ હોમગાર્ડ રીક્ષા ચાલક અને મુસાફરો તેમજ નાના નાના બાળકો પણ રેલીમાં જોડાયા હતા અને દાહોદ રેલ્વે સ્ટેશન સહિત રેલ્વે સ્ટેશન વિસ્તારમાં હાથમાં તિરંગો લઈ રેલી યોજાઈ હતી