ચેરમેન શ્રી ચાઈલ્ડ વેલ્ફેર કમિટી બનાસકાંઠાના માર્ગદર્શન હેઠળ ચિલ્ડ્રન હોમ ના બાળકો દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ આ તિરંગા યાત્રામાં બાળકો દ્વારા સંચાલિત બેન્ડ દ્વારા દેશભક્તિના નારાઓ સાથે તિરંગા યાત્રા નીકળવામાં આવી હતી અને સમગ્ર યાત્રા નું સંચાલન બાળકો દ્વારા કરવામાં આવેલા હતું આ વિશેષ પ્રકારની તિરંગા યાત્રાને ખાસ પ્રોત્સાહન આપવા માટે પાલનપુરના ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર પાલનપુર નગરપાલિકાના પ્રમુખ શ્રી ચીમનભાઈ સોલંકી પાલનપુર નગરપાલિકાના ઉપાધ્યક્ષ શ્રી નાગજીભાઈ દેસાઈ નગરપાલિકા કોર્પોરેટર શ્રીઓ શ્રી કૌશલભાઈ જોશી અને શ્રી ભગવાનભાઈ પટેલ ઉપસ્થિત રહેલ તેમજ આ સાથે શ્રી જયેશભાઈ દવે ચેરમેન શ્રી ચાઈલ્ડ વેલ્ફેર કમિટી શ્રી કુણાલભાઈ ભટ્ટ સભ્યશ્રી ચાઇલ્ડ વેલ્ફેર કમિટી શ્રીમતી પરિમાબેન રાવલ સભ્યશ્રી ચાઇલ્ડ વેલ્ફેર કમિટી શ્રી એમ.કે.જોશી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી આશિષભાઈ જોશી જિલ્લા બાળ સુરક્ષા અધિકારી તેમજ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી,બાળ સુરક્ષા કચેરી,ચિલ્ડ્રન હોમ, સ્પેશિયલ એડપ્સન એજન્સી નો સ્ટાફ તેમજ આમંત્રિત મહેમાનો અને નાના બાળકો સહિત મોટી સંખ્યામાં લોકો યાત્રામાં જોડાયા હતા અંતમાં તિરંગા યાત્રા રાષ્ટ્રગાન સાથે પૂર્ણ કરવામાં આવેલ.