અમરનેસડામાં ગોહિલ પરિવાર ના કુળદેવીશ્રી હિંગળાજમાતાજી નો તિથિ યજ્ઞ યોજાયો.
કાંકરેજ તાલુકાના અમરનેસડા ખાતે ગોહિલ સમાજ પરિવારના કુળદેવી શ્રી હિંગળાજ માતાજી

અમરનેસડામાં ગોહિલ પરિવાર ના કુળદેવીશ્રી હિંગળાજમાતાજી નો તિથિ યજ્ઞ યોજાયો.
કાંકરેજ તાલુકાના અમરનેસડા ખાતે ગોહિલ સમાજ પરિવારના કુળદેવી શ્રી હિંગળાજ માતાજી ની નાની દેરી બનાવી પૂજા અર્ચના કરતા હતા વર્ષો બાદ સંવત ૨૦૬૮ ના માગસરવદ-૫ ને ગુરૂવાર તા.૧૫/૧૨/૨૦૧૧ ના રોજ ધુમાડા બંધ યજ્ઞ કરી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલ ત્યાર બાદ દર વર્ષની જેમ ૧૪ મા વર્ષે માગસરસુદ-૫ ને મંગળવાર ના રોજ ભૂદેવોના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિવિધાનથી મંત્રોચ્ચાર સાથે ગોહિલ પરિવાર ના યજમાનપદે તિથિયજ્ઞ યોજાયો હતો.પૂજારી વિષ્ણુગિરી ધૂપ-દીપ તથા પૂજા અર્ચના કરે છે.માતાજી દરેકની માનોકામના પૂર્ણ કરે છે.ગોહિલ પરિવાર સહિત ગામજનો એક થઈ હળી મળી એકત્રિત થઈ તિથિ નિમિત્તે ધામ ધૂમથી ઉજવણી કરે છે. ગોહિલ પરિવાર સરપંચ કનુભા સરદારસિંહ ગોહિલ સહીત આગેવાનો, ગ્રામજનો વિશાળ સંખ્યામાં હાજર રહી તિથિ અને યજ્ઞને સફળ બનાવ્યો હતો.દર્શન કરી ભોજન પ્રસાદ લઈ સૌ છુટા પડ્યા હતા.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો. 99785 21530




