BANASKANTHAGUJARATPALANPUR

રબારણ ગામની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં વિદ્યાર્થીઓને કાયદાકીય પ્રક્રિયા અને અદાલતો વિશે માર્ગદર્શન આપવા માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

2 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

રબારણ ગામની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં વિદ્યાર્થીઓને કાયદાકીય પ્રક્રિયા અને અદાલતો વિશે માર્ગદર્શન આપવા માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અમીરગઢ તાલુકા કોર્ટના નલિનભાઈ નાઈ સાહેબ અને અન્ય અધિકારીઓએ હાજરી આપી હતી. યોજાયેલા આ કાર્યક્રમમાં અધિકારીઓએ વિદ્યાર્થીઓને અદાલતની કાર્યપ્રણાલી, ન્યાયિક પ્રક્રિયા, અને કાયદાકીય અધિકારો વિશે સરળ ભાષામાં સમજાવ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓના પ્રશ્નોના જવાબો આપ્યા હતા અને તેમને કાયદાકીય વ્યવસ્થાનું મહત્વ સમજાવ્યું હતું.શાળાના સિનિયર શિક્ષકશ્રી કિરણભાઈ એન દરજીએ જણાવ્યું હતું કે, આવા કાર્યક્રમોથી વિદ્યાર્થીઓમાં કાયદા પ્રત્યે જાગૃતિ આવે છે અને તેઓ જવાબદાર નાગરિક તરીકે તૈયાર થાય છે. શાળાના શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓને કાયદાકીય વ્યવસ્થાનું વ્યવહારિક જ્ઞાન મળ્યું.

Back to top button
error: Content is protected !!