આણંદ નગરપાલિકાના પુર્વ કોંગ્રેસી કાઉન્સિલરની હત્યાનો મામલો આરોપી 28 ઓગસ્ટ સુધી પોલીસ રિમાન્ડ પર.

આણંદ નગરપાલિકાના પુર્વ કોંગ્રેસી કાઉન્સિલરની હત્યાનો મામલો આરોપી 28 ઓગસ્ટ સુધી પોલીસ રિમાન્ડ પર.
તાહિર મેમણ – આણંદ – આણંદ નગરપાલિકાના પુર્વ કોંગ્રેસી કાઉન્સીલર ઈકબાલ ઉર્ફે બાલા યુસુફમીયા મલેક ગત તારીખ 19 ઓગસ્ટ ના રોજ સવારના સમયે બાકરોલ સ્થિત ગોયા તળાવના વોક-વે ખાતે મોર્નિંગ વોક કરતાં હતાં. તે વખતે ઉમરેઠ તાલુકાના સુરેલી ગામના ફૈઝલ ઈલ્યાસહુસેન મલેક (ઉ.વ. 23) અને ઐયાન અલ્તાફભાઈ મલેક (ઉ.વ. 20) એ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી આ ઈકબાલ ઉર્ફે બાલાની હત્યા કરી હતી. આ અંગે વિદ્યાનગર પોલીસમથકે ફરીયાદ નોંધી હતી અને ગણતરીના કલાકોમાં જ આ હત્યાના ગુનાના બંને આરોપીઓની અમદાવાદ ખાતેથી ઝડપી પાડ્યાં હતાં. તે વખતે ઉમરેઠ તાલુકાના સુરેલી ગામના ફૈઝલ ઈલ્યાસહુસેન મલેક અને ઐયાન અલ્તાફભાઈ મલેક એ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી આ ઈકબાલ ઉર્ફે બાલાની હત્યા કરી હતી. આ અંગે વિદ્યાનગર પોલીસે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જ આ હત્યાના ગુનાના બંને આરોપીઓની અમદાવાદ ખાતેથી ઝડપી પાડ્યાં હતાં. જે બાદ પોલીસે ગતરોજ અયાનને કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે તેના તારીખ 25 ઓગસ્ટ સુધીના રિમાન્ડ મંજૂર કર્યાં હતાં.
બીજી બાજુ પૂર્વ કાઉન્સિલરની હત્યા કરતી વખતે ઝપાઝપીમાં હત્યારા આરોપી ફૈઝલને બંને હાથે તીક્ષ્ણ હથિયારના ઘા વાગ્યાં હતાં. જેથી પોલીસે કરમસદની હોસ્પિટલમાં આ ફૈઝાનની સારવાર કરાવ્યા બાદ આજરોજ તેની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે આ ફૈઝલના છ દિવસના એટલે કે તારીખ 28 ઓગસ્ટ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે




