DAHODDAHOD CITY / TALUKOGUJARAT

દાહોદમાં એસટી બસના મુસાફરોને બચાવવા ટાઇલ્સ ભરેલી ટ્રકના ડ્રાઈવરે ટ્રક ખાડામાં ઉતારી દીધી

તા.૨૭.૦૨.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદમાં એસટી બસના મુસાફરોને બચાવવા ટાઇલ્સ ભરેલી ટ્રકના ડ્રાઈવરે ટ્રક ખાડામાં ઉતારી દીધી

દાહોદના ઈન્દોર-અમદાવાદ નેશનલ હાઈવે પર રાબડાલ ગામ નજીક એક એસટી બસના મુસાફરોને બચાવવા જતાં, ટાઇલ્સ ભરેલી ટ્રક રોડ નીચે ખાડામાં ખાબકી હતી. ડ્રાઈવરે પોતાની જાનની પરવા કર્યા વગર અનેક લોકોના જીવ બચાવ્યા છે.દાહોદના રાબડાલ ગામ પાસે, ઈન્દોર-અમદાવાદ નેશનલ હાઈવે પર. ગુજરાતના મોરબીથી રાજસ્થાનના કોટા તરફ ટાઇલ્સ ભરીને જઈ રહેલી રાજસ્થાન પાસિંગની ટ્રકની આગળ હાઈવે પર અચાનક એસટી બસ સામે આવી જતાં, બસમાં સવાર મુસાફરોનો જીવ જોખમમાં મૂકાયો હતો. એસટી બસને બચાવવાના ચક્કરમાં ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો અને આખી ટ્રક રોડ સાઈડના ઊંડા ખાડામાં ઉતારી દીધી હતી.આ અકસ્માતમાં ટ્રક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી છે. ઘટના બનતા જ સ્થાનિકોની મદદથી 108 મારફતે તેને તાત્કાલિક દાહોદની ઝાયડ્સ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. આ અકસ્માતમાં એસટી બસના મુસાફરોનો આબાદ બચાવ થયો છે. ટ્રક ચાલકની સમયસૂચકતાને કારણે એક મોટી જાનહાનિ થતા ટળી છે.

Back to top button
error: Content is protected !!