GUJARATKHERGAMNAVSARI

દુદાણા લીમડાવાળા દાદા ને શરણે હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞ સંપન્ન થયો.

*પૂ.શરદભાઈ વ્યાસ (દાદા) એ આશીર્વાદ આપ્યા."*

 

વાત્સલ્યમ્ સમાચાર

દિપક પટેલ-ખેરગા

ભાવનગર જીલ્લાના બગદાણા પાસે આવેલા દુદાણા ગામે હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞ સંપન્ન થયો.જેમાં વિશ્વ વિખ્યાત કથાકાર પૂ.શ્રી શરદભાઈ વ્યાસ (દાદા) એ આશીર્વાદ આપ્યા હતા.સ્વ.અંબારામ મોતીરામ શુક્લ અને સ્વ.કલ્યાણજી મેઘજી જોષી ના પરિવાર દ્વારા કથાકાર શ્રી પ્રફુલભાઇ શુક્લ , દેવુભાઇ જોષી , પંકજભાઈ જોષી , ખંડુભાઇ જોષી , હિતેષભાઇ જોષી , દીપકભાઈ જોષી , મિતેશભાઈ જોષી , અનિલભાઈ જોષી , ઋષિ યોગેશભાઈ જોષી , વેદાંત અંકુરભાઈ શુક્લ , દ્વારા યોજાયેલા આ બે દિવસીય કાર્યક્રમમાં સ્વ.જયશંકર કાકા ના પરિવાર દ્વારા સ્મરણાર્થે બ્રહ્મચોર્યાસી વડીલ શ્રી ઈશ્વરકાકા ના પરિવાર દ્વારા બ્રહ્મચોર્યાસી સ્વ.પ્રભાશંકર દાદા ના સ્મરણાર્થે અંબરીષ શુક્લ (ઓસ્ટ્રેલિયા) , ક્રિષ્ન શુક્લ (કેનેડા) તરફથી દુદાણા નો ગામ ધુમાડો બંધ કરીને બ્રહ્મભોજન આપવામાં આવ્યું હતું.અત્રે ઉલ્લેખનીય છે કે લીમડાવાળા દાદા ના ઓટા પર 60 વર્ષ પહેલા સમર્થ સદ્ગુરુ બજરંગદાસ બાપા એ બેસીને સ્વ.દાદીમાં રાજી બા ના હાથથી બાજરા નો રોટલો અડદની દાળ અને છાશ નું ભોજન આરોગ્યું હતું.લીમડાવાળા દાદા ના ભગીરથ કાર્યમાં ખેરગામ , ધરમપુર , વલસાડ અને અમદાવાદ નો જોષી પરિવાર જોડાયો હતો.આ પ્રંસગે દુદાણા બ્રહ્મસમાજના પ્રમુખ નિવૃત આચાર્ય શ્રી બી.એન.જોષી સાહેબ , સરપંચ શ્રી ભોજાભાઈ ભાદરકા , અમદાવાદ થી સી.ડી.જોષી , ભાવેશભાઈ જોષી , વયોવૃદ્ધ માતૃશ્રી નંદુબા અને લીલીબા નું શાલ ઓઢાડી ને સન્માન કરવામાં આવ્યું હતું.પાંચ વિદ્વાન વેદસંપન્ન શાસ્ત્રીઓ દ્વારા હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞ સંપન્ન થયો હતો.આ પરિવાર દ્વારા પ્રતિ વર્ષ આવા સત્કાર્ય થતા રહે એવા પૂ.શરદભાઈ વ્યાસ (દાદા) એ આશીર્વાદ આપ્યા હતા.

Back to top button
error: Content is protected !!