
નરેશપરમાર
યાત્રાધામ નારેશ્વર જે નર્મદા નદીના કિનારે કરજણ તાલુકામાં આવેલ છે જ્યાં ઘણા વર્ષો પહેલા 1930 માં રંગઅવધૂત મહારાજ આ જગ્યા પર આવ્યા ત્યારે આ જગ્યા એક જંગલ હતું જયારે નર્મદા કિનારે સાપ અને મોર ને એક સાથે જોયા ત્યારે બાપજી ને લાગ્યું કે આ જગ્યા પવિત્ર છે જગ્યા ની દિવ્યતા ને પારખી એક લીમડા ના વૃક્ષ નીચે આસન બીછાવી ને સાધના કરી તેમના તપોબરથી ભૂમિ નો પ્રભાવ વધવા લાગ્યો જોત જોતામાં આ ડરાવણી જગ્યા એક તપસ્વીનું તીર્થ સ્થાન બની ગયું રંગઅવધૂત મહારાજ ના ભક્ત દુર દૂરથી આવવા લાગ્યા અને ભક્તો દ્વારા આ સ્થળે ધર્મશાળા ભોજનશાળા મંદીરનો જીણોદ્વાર થયો જે લીમડા નીચે રંગઅવધૂત મહારાજે તપ કરીયું હતું એ લીમડો બૌદ્ધિલીમડા તરીકે ઓરખાય છે.આજે ગુરુપૂર્ણિમા ના દિવસે દુર દુર થી રંગઅવધૂત મહરાજ ના ભાવિક ભક્તો યાત્રાધામ નારેશ્વર ખાતે દર્શન માટે આવી ને નર્મદાનદી માં સ્નાન કરી બાપજી ના દર્શન કરી ને ધન્યતા અનુભવે છે




