GUJARATKUTCHNAKHATRANA

યક્ષ દેવના સાનિધ્યમાં ભવ્યાતિભવ્ય સાંસદ સમરસ સમુહલગ્ન. 

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી- નખત્રાણા કચ્છ.

નખત્રાણા,તા-25 મે : યક્ષ મંદિર ખાતે પ્રદેશ ભાજપના મહામંત્રી અને કચ્છ સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા કચ્છ જિલ્લા ના પ્રથમ ભવ્ય સમરસ સર્વ જ્ઞાતિ સમુહલગ્ન યોજવા જઈ રહ્યા છે.

આ સમૂહ લગ્નમાં પ્રભુતામાં પગલાં માંડતા નવદંપત્તિઓને શુભ આશિષ આપવા કચ્છ જિલ્લા ના પ્રભારી મંત્રી પ્રફુલભાઇ પાનસેરીયા, કચ્છ વિભાગ સંઘ સંચાલક હિંમતસિંહજી વસણ, જિલ્લા ભાજપ ના અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ, મોરબી જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયા, કચ્છ જિલ્લા પંચાયત ના પ્રમુખ જનકસિંહ જાડેજા, મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારધી, તથા તમામ ધારાસભ્ય શ્રીઓ ભુજ ના કેશુભાઈ પટેલ, માંડવી અનિરુદ્ધભાઈ દવે, મોરબી કાંતિભાઈ અમૃતિયા, અંજાર ત્રિકમભાઇ છાંગા, અબડાસા પ્રધ્યુમનસિંહ જાડેજા, ગાંધીધામ માલતીબેન મહેશ્વરી, રાપર વિરેન્દ્રસિંહ જાડેજા તેમજ કચ્છ ભાજપ ના પ્રભારી કશ્યપભાઈ શુક્લ સહિત કચ્છ અને મોરબી જિલ્લા માંથી મોટી સંખ્યામાં રાજકીય તથા સામાજીક આગેવાનો ઉપસ્થિત રહેશે.

આ અંગે માહિતી આપતા શ્રી વિનોદભાઈ ચાવડા એ જણાવ્યું હતું કે દેશના યશસ્વી વડાપ્રધાન જયારે 26/5 ના કચ્છ પધારી રહ્યા છે ત્યારે તેમના સમરસતાના અને સૌને સાથે લઈને ચાલવાના સિદ્ધાંતને અનુસરી કચ્છ જિલ્લામાં સૌ પ્રથમવાર આ સમરસ સર્વજ્ઞાતિય સમુહલગ્ન નું આયોજન કરી રહ્યા છીએ જેમાં તમામ સમાજના લોકો ને સાથે લઇ આ ભવ્ય આયોજન કરાઈ રહ્યું છે.

દીકરીઓને વધુમાં ભેટ સોગાદ, કરિયાવર સ્વરૂપે આપી શકાય તેવી વ્યવસ્થા આયોજન સમિતિ દ્વારા કરાઈ છે, સમગ્ર લગ્નવિધિ  મહાલક્ષ્મી ધામ-ભુજ ના શાસ્ત્રી ડો. હિતેષભાઈ જોષી દ્વારા કરાવવામાં આવશે.

સવારે ગણેશ સ્થાપના બાદ મંડપારોપણ, હસ્તમેળાપ, ભોજન સમારંભ બાદ કન્યા વિદાય એ રીતેના માંગલિક પ્રસંગો કરવામાં આવશે.

સમગ્ર આયોજન દરમિયાન કોઈ ને કોઈ અગવડતા ના થાય અને તમામ પ્રસંગો  સફળતાપૂર્વક પાર પડે તે માટે સમૂહ લગ્ન સમિતિ દ્વારા તમામ નાની મોટી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

                                                                      

Back to top button
error: Content is protected !!