BANASKANTHAGUJARATPALANPUR

પાલનપુર તાલુકાની ટોકરીયા પ્રાથમિક શાળામાં 77 માં પ્રજાસત્તાક દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી

28 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

હર્ષોલ્લાસ સાથે પ્રજાસતાક દિવસની ઉજવણી
પાલનપુર તાલુકાની ટોકરીયા પ્રાથમિક શાળામાં 77 માં પ્રજાસત્તાક દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી. બાળકો હાથમાં ત્રિરંગા લઈ ડ્રમ, વેશભૂષા સાથે પ્રભાતફેરી કાઢવામાં આવી. સરકારશ્રીના આદેશ મુજબ દિવ્યાંગ દીકરી હાદિયા સઅદભાઈ દાઉવાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. જેના સ્પેશિયલ શિક્ષિકા દામિનીબેન સુથાર હતા. શ્રી જીગ્નેશભાઈ મોદીના અથાગ પ્રયત્નો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા. બાળકોએ અલગ અલગ ભાષામાં ૨૬ મી જાન્યુઆરી વિશે તેમજ દીકરી જેવા વિષયો પર વક્તવ્ય આપ્યું.
આ પ્રસંગે શાળાના તમામ શિક્ષકોએ કાર્યક્રમને સફળ બનાવવા માટે મહેનત કરી. ગામમાંથી મોટી સંખ્યામાં ગામલોકો હાજર રહ્યા. વહીવટદાર શ્રી અલ્પેશભાઈ સાહેબ,SMC અધ્યક્ષ નિજામભાઈ, સોયબભાઈ મશી, કમિટી સભ્યો, હાજર રહ્યા હતા.આચાર્યશ્રી રામજીભાઈ રોટાતરે તમામ દાતાશ્રીઓનો આભાર માન્યો હતો. અરવિંદભાઈ ચાવડા દ્વારા સરસ એન્કરિંગ કરવામાં આવ્યું. ગામના યુવાન દાતા શ્રી જીગરભાઈ પ્રજાપતિ તરફથી સ્ટેજ બનાવી આપ્યું હતું. સાઉન્ડના દાતા શ્રી પ્રતાપભાઈ ઠાકોર હતા. જમીન લેવલ માટે ટ્રેક્ટર ના દાતા ભગવાનભાઈ પ્રજાપતિ, સમય દાન શ્રી મોહનભાઈ પ્રજાપતિ, ચાના દાતા શ્રી જયેશભાઈ ભીલ, ધ્વજના દાતા શ્રી ઉમરભાઈ શેરશિયા , પ્રસાદી પંચાયત કચેરી દ્વારા,દર વર્ષે રાષ્ટ્રીય પર્વ પ્રસંગે સેવા આપનાર જયંતીભાઈ પ્રજાપતિ, ઘેમરભાઇ સિંહ, રસીદભાઈ, હમીદભાઈ, અહમદભાઈ શેરશિયા,જુનેદભાઈ, ભીખાભાઈ, ગોકુળભાઇ, ગોવિંદભાઈ પ્રજાપતિ તેમજ મુસ્તાકભાઈ, કોકીલાબેન, ચંદ્રિકાબેન, રૂબીનાબેન, ઝહીરભાઇ, અનિલભાઈ, રામસુગભાઇ, પુષ્પાબેન અન્ય લોકોના સાથ સહકારથી કાર્યક્રમ સફળ રહ્યો. તાલુકા કક્ષાએ વિજ્ઞાન ગણિત પ્રદર્શનમાં ભાગ લેનાર બાળકો અને શિક્ષકો શ્રી અરવિંદભાઈ ચાવડા તેમજ મુસ્તાકભાઈ બાદરપુરાનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.જ્ઞાન સહાયક અહમદભાઇનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.આભારવિધિ શાંતિભાઈ ગામીએ કરી હતી.

Back to top button
error: Content is protected !!