BANASKANTHAGUJARATPALANPUR

ટોકરીયા શાળાના શિક્ષકે નેશનલ કોન્ફરન્સ અમદાવાદ ખાતે રિસર્ચ પેપર રજૂ કર્યું

31 ડીસેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી અને બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે
“ગિજુભાઈ બધેકા અને NEP 2020: અંતર્ગત ૨૧મી સદીના ભારતમાં શૈક્ષણિક પ્રવાહો” થીમ પર “વ્યવસાયિક શિક્ષણ અન્વયે ગિજુભાઈ અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦નો સમન્વય”શીર્ષક હેઠળ તા.૨૬મી ડિસેમ્બર ૨૦૨૫ ના રોજ બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સીટી અમદાવાદ ખાતે યોજાયેલ નેશનલ કોન્ફરન્સમાં બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાની ટોકરીયા પ્રા.શાળાના આચાર્ય શ્રી રામજીભાઈ હેમરાજભાઇ રોટાતરે રિસર્ચ પેપર રજૂ કર્યું હતું. જેને ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી દ્વારા પ્રસિદ્ધ થનાર બુકમાં સ્થાન મળશે. ભારતભરમાંથી સો ઉપરાંત રિસર્ચ પેપર રજૂ કરાયા હતા. આ પ્રસંગે જાણીતા બાળ સાહિત્યકાર શ્રી યશવંત મહેતા,ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી ડૉ.ટી.એસ.જોશી,બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રીમતી ડૉ.અમીબેન ઉપાધ્યાય, ગિજુભાઈ બધેકાના પપૌત્રી મમતાબેન પંડ્યા, બાળ સાહિત્ય ક્ષેત્રે વિશ્વ વિક્રમી એવા શ્રી ડૉ.ભાવેશભાઈ પંડ્યા, શિક્ષક ખોડલા(પાલનપુર)બકુલચંદ્ર વાલજીભાઈ પરમાર તેમજ ભારતભરમાંથી મોટી સંખ્યામાં બાળ સાહિત્યકારો,શિક્ષણવિદો ઉપરાંત શિક્ષક મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રામજીભાઈ રોટાતરને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

Back to top button
error: Content is protected !!