GUJARATIDARSABARKANTHA

બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ અને વાલીઓના માર્ગદર્શન માટે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ટોલ-ફ્રી હેલ્પલાઇન જાહેર

*બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ અને વાલીઓના માર્ગદર્શન માટે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ટોલ-ફ્રી હેલ્પલાઇન જાહેર*
**
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી/માર્ચ-૨૦૨૬માં યોજાનારી ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની જાહેર પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે.

આગામી તા. ૨૬/૦૨/૨૦૨૬ થી ૧૮/૦૩/૨૦૨૬ દરમિયાન યોજાનારી આ પરીક્ષાઓ સંદર્ભે વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન મળી રહે અને તેમની મુંઝવણો દૂર થાય તે હેતુથી બોર્ડ દ્વારા ખાસ ‘ટોલ-ફ્રી’ હેલ્પલાઇન નંબર ૧૮૦૦ ૨૩૩ ૫૫૦૦ કાર્યરત કરવામાં આવ્યો છે. આ હેલ્પલાઇન સુવિધા તા. ૧૨/૦૨/૨૦૨૬ થી શરૂ થઈને તા. ૧૮/૦૩/૨૦૨૬ સુધી, દરરોજ સવારે ૧૧:૦૦ થી સાંજે ૦૫:૦૦ કલાક સુધી કાર્યરત રહેશે એમ જિલ્લા શિક્ષણાધિકારી સાબરકાંઠાની એક અખબારી યાદિમાં જણાવાયુ છે.

(3)
*“૧૫ થી ૨૯ વર્ષના યુવક-યુવતીઓ માટે યુથ એસેમ્બલી કાર્યક્રમ બાબત”*
*********

કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર પ્રેરિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી સાબરકાંઠા દ્વારા આયોજીત ૧૫ થી ૨૯ વર્ષના યુવક-યુવતીઓ માટે યુથ એસેમ્બલી કાર્યક્રમ -૨૦૨૫ -૨૬નું શરુ વર્ષે આયોજન થનાર છે.
લોકશાહી શાસન વ્યવસ્થાના ગુજરાતના યુવક અને યુવતીઓમાં ગુણોવિકસે તથા યુવા વર્ગમાં મતદાનનું મહત્વ સમજાય ,ચુંટણી વ્યવસ્થાની માહિતી યુવાનોને મળે જેનાથી રાષ્ટ્ર નિર્માણ તથા રાષ્ટ્રનું લોકતંત્ર મજબુત થાય તે માટે ગુજરાતના ૧૮૨ વિધાનસભા મત વિસ્તારમાં રાજ્યના ૧૫ થી ૨૯ વર્ષના યુવક-યુવતીઓ માટે યુથ એસેમ્બલી કાર્યક્રમ -૨૦૨૫ ૨૬નું શરૂ વર્ષે આયોજન થનાર છે આ સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. શરુ વર્ષે ૨૦૨૫-૨૬ માં સાબરકાંઠા જિલ્લા ખાતે આયોજીત થનાર આ કાર્યક્રમમાં જે યુવક-યુવતિઓ ભાગ લેવા ઇચ્છતા હોય તેઓએ પોતાની અરજી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ક્રિષ્ના સર્જીકલ હોસ્પિટલ કમ્પાઉંડ સબજેલ,રોડ, હિંમતનગર,જિ.સાબરકાંઠા,પીન-૩૮૩૦૦૧ને તા.૨૩/૨/૨૦૨૬ સુધીમાં મોકલી આપવાની રહેશે.એમ જિલ્લા યુવા વિકાસ અધિકારી (I/C) સાબરકાંઠાની એક અખબારી યાદીમાં જણાવાયુ છે.

જયંતિ પરમાર સાબરકાંઠા

Back to top button
error: Content is protected !!