NAVSARINAVSARI CITY / TALUKO
નવસારી ખાતે”આત્માનું પરમાત્મા સાથે મિલન” વિષયક આધ્યાત્મિક મેડિટેશન કેમ્પ યોજાયો…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી તા.૧૪. નવસારી મહાનગરપાલિકા અને પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિધાલયના સહયોગથી આજરોજ “આત્માનું પરમાત્મા સાથે મિલન” વિષયક આધ્યાત્મિક મેડીટેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મનની શાંતિ, આત્મચિંતન અને કાર્યક્ષમતા વધારવાના ઉદ્દેશ્યથી આયોજિત આ કેમ્પમાં મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. આ અભિનવ પ્રયાસથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્યમાં સુધારાની દિશામાં સકારાત્મક પગલાં ભરાયા.



