તા.૨૮.૦૧.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:રાષ્ટ્રીય રક્તપિત નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત સ્પર્શ લેપ્રસી અવરનેસ પખવાડિયાની ઉજવણી કરાશે
સ્પર્શ લેપ્રસી અવરનેશ કેમ્પેઈન તા. ૩૦ જાન્યુઆરી થી ૧૩ ફેબ્રુઆરી સુધી સઘન રીતે યોજાશે. જે અંતર્ગત કલેકટર યોગેશ નીરગુડે અને જીલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ ના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય રક્તપિત નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત એન્ટી લેપ્રસી ડે અને સ્પર્શ લેપ્રસી અવરનેસ પખવાડિયાની ઉજવણી કરવામાં આવશે જેમાં ૩૦ જાન્યુઆરી એન્ટી લેપ્રસિ ડે ઉજવાતો હોય છે જે અંતર્ગત ૩૦ જાન્યુઆરીના રોજ સમગ્ર ગામો માં રક્તપિત અંગે પ્રચાર પ્રસાર કરવો તેમજ તમામ લોકોને રક્તપિત રોગ વિશે જાણકારી મળે તેમજ રક્તપિત ના દર્દીઓને લોકોનો પણ સાથ સહકાર મળે જેથી કરીને રક્તપિત્તનાં દર્દીને શારીરિક માનસિક સામાજિક અને આર્થિક રીતે પણ સહાયક રુપ થાય વધુમાં તા.૩૦.૦૧.૨૦૨૫ થી તા.૧૩.૦૨.૨૦૨૫ દિન -૧૫ દરમ્યાન સ્પર્શ લેપ્રસી અવરનેસ કેમ્પેઈનની કામગીરીનો શુભારંભ કરવાનો થશે. જેમાં આ મુજબની કામગીરી કરવામાં આવશે.
તા.૩૦.૦૧.૨૦૨૫ થી તા.૧૩.૦૨.૨૦૨૫ દરમ્યાન જાહેર સ્થળો એ ભવાઈ, ગામે ગામ સ્કૂલ ના બાળકો દ્વારા રેલી નું આયોજન , ગ્રામ્ય આરોગ્ય સમિતિ સાથે મીટિંગ, વિલેજ હેલ્થ એન્ડ સેનીટેશન કમિટી સાથે મીટિંગ, સોશ્યલ મીડિયાના માધ્યમથી પ્રચાર પ્રસાર, રેડીયોના માધ્યમ થી પ્રચાર પ્રસાર, હાટ બજાર માં પત્રિકા વિતરણ લેપ્રસીના દર્દીઓ માટે સ્પેસિયલ આધાર કાર્ડ ઝુંબેશ કરવામાં આવશે પત્રિકા વિતરણ આ વખતે ૨૦૨૫ની એન્ટી લેપ્રસી ડે ની થીમ “ચાલો સૌ સાથે મળીને જાગૃતિ લાવીએ, ગેર સમજ દૂર કરીએ અને રક્તપિત – ગ્રસ્ત વ્યક્તિ વણશોધાયેલ ન રહે તે સુનિશ્ચિત કરીએ ” ની થીમ સમાજમાંથી રક્તપિત નાબુદ કરવાના અભિયાનમાં હકારાત્મક અભિગમ સાથે કુટુંબ અને દેશને રક્તપિત્ત મુકત કરવાની દિશામાં અગ્રેસર કરવા સઘન ઝુંબેશ યોજાશે.જિલ્લા રક્તપિત અધિકારીએ જણાવ્યું કે, રકત્તપિત્ત રોગના ચિન્હો-લક્ષણો જાણવા જરૂરી છે. રક્તપિત્ત જંતુજન્યક રોગ છે અને સંપૂર્ણપણે મટી શકે છે. ચામડીના રંગ અને કુમાશમાં ફેરફાર, સ્પર્શ જ્ઞાનનો અભાવ, ચામડી પર ચાઠું, રકતપિત્ત હોઈ શકે છે. વહેલું નિદાન, નિયમિત અને પૂરતી બહુઔષધિય સારવારથી વિકૃતિ અટકાવી શકાય છે. રક્તપિત્તગ્રસ્તોને સન્માનપૂર્વક જીવવા પ્રોત્સાહિત કરો. સમાજને ઉપયોગી બનવા તેમનો સ્વીવકાર કરો અને તેમને મદદ કરો. રક્તપિત્તનું નિદાન અને સારવાર દરેક સરકારી દવાખાના/પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર/સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દરરોજ વિના મૂલ્યે કરવામાં આવે છે