GUJARATJUNAGADHKESHOD

કેશોદમાં ગીતા જયંતી નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા, ગીતાજીનું પૂજન કરવામાં આવ્યું 12માં તથા 18 માં અધ્યાય નું પારાયણ કરવામાં આવ્યું

કેશોદમાં ગીતા જયંતી નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા, ગીતાજીનું પૂજન કરવામાં આવ્યું 12માં તથા 18 માં અધ્યાય નું પારાયણ કરવામાં આવ્યું

સમગ્ર માનવ સમાજને જીવન જીવવાનો રાહ બતાવતો શ્રી મદ ભાગવત ગીતા વિશ્વનો એકમાત્ર એવો ગ્રંથ છે કે જેની જન્મ જયંતી ઉજવાય છે.આજે ન્યુ એરા પ્રોફેસર એકેડમીમાં ગીતા જયંતિ ખુબ ભવ્ય રીતે ઉજવવામાં આવી હતી.સ્ટાફ તથા બાળકોઍ ટ્રેડિશનલ ડ્રેસ સાથે ઉપસ્થિત રહી શ્રીમદ ભાગવત ગીતાનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કર્યા બાદ આરતી અને 12માં અધ્યાયનું પઠન કરેલ હતુ. અને બાળકો દ્વારા ગીતાજીનો પરિચય તેમજ કેશોદ વિસ્તારના જાણીતા એનાઉન્સર શ્રી ડૉ. ભુપેન્દ્રભાઈ જોશી દ્વારા શ્રીમદ ભાગવત ગીતા પર પ્રવચન આપવામાં આવેલું હતું. આ તકે બાલ્કો ગીતાના વિચારોથી વાકેફ થાય તથા જીવનના દરેક ક્ષેત્રમાં પથ દર્શક તરીકે શ્રીમદ ભાગવત ગીતાનો ઉપયોગથી પોતાના જીવનને ધન્ય બનાવે તથા ધર્મગ્રંથને માત્ર ધાર્મિક ગ્રંથ જ નહીં પણ એક જીવન પથદર્શક તરીકે સ્વીકારે અને ભગવાન શ્રીકૃષ્ણના કર્મના સિદ્ધાંત પ્રમાણે શ્રેષ્ઠ કાર્ય કરી માનવ ધર્મને જાળવી રાખે ઍ ભવ સાથે ગીતા જયંતિની સૌને ખુબ ખુબ શુભેચ્છાઓ..

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા કેશોદ

Back to top button
error: Content is protected !!