AHAVADANGGUJARAT

વિકસિત ભારત તરફ ડગલુ:-વલસાડ-ડાંગનાં સાંસદ ધવલભાઈ પટેલે સંસદમાં નવા રોજગાર બિલ પર ખુશી વ્યક્ત કર્યો…

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાની દિશામાં કેન્દ્ર સરકાર દ્વારા એક ઐતિહાસિક કદમ ઉઠાવવામાં આવ્યું છે. સંસદના નીચલા ગૃહ, લોકસભામાં ગઈકાલે કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ દ્વારા અત્યંત મહત્વકાંક્ષી ‘વિકસિત ભારત – રોજગાર અને આજીવિકા મિશન (ગ્રામીણ) માટે ગેરંટી’ (VB-G RAM G) બિલ-2025 પ્રસ્તુત કરવામાં આવ્યું હતુ.આ બિલ વર્ષ 2005ના જૂના મનરેગા (MGNREGA) અધિનિયમનું સ્થાન લેશે અને ગ્રામીણ અર્થતંત્રના માળખામાં વ્યાપક પરિવર્તન લાવશે.વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલનું સચોટ સમર્થન આપ્યુ હતું.આ બિલ પરની ચર્ચામાં સહભાગી થતા વલસાડ-ડાંગના સાંસદ અને લોકસભાના દંડક  ધવલભાઈ પટેલે બિલનું પુરજોશમાં સમર્થન કર્યું હતું. તેમણે આ ઐતિહાસિક પહેલ બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કૃષિ મંત્રી  શિવરાજસિંહ ચૌહાણનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ બિલ દેશના વિકાસમાં ‘માઈલસ્ટોન’ સાબિત થશે.સાંસદ ધવલભાઈ પટેલે ભારપૂર્વક જણાવ્યું કે, “આ બિલ ખાસ કરીને દેશના આદિવાસી, દલિત અને પછાત વર્ગ (OBC) ના લોકો માટે પ્રગતિના નવા દ્વાર ખોલશે. છેવાડાના માનવીને વિકાસની મુખ્યધારામાં જોડવા માટે આ કાયદો પાયાનો પથ્થર બનશે.”પોતાના સંબોધન દરમિયાન સાંસદે વિપક્ષ કોંગ્રેસને આડે હાથે લીધી હતી. ભગવાન શ્રીરામના વનવાસ કાળનો ઉલ્લેખ કરતા તેમણે ભાવુકતા સાથે જણાવ્યું કે, પ્રભુ રામે જે રીતે શબરી ધામમાં આદિવાસીઓ સાથે સમય વિતાવીને તેમને જે સન્માન આપ્યું હતું, તેવું સન્માન આઝાદીના સાત દાયકા સુધી કોંગ્રેસે આપ્યું નથી. તેમણે ઉમેર્યું કે, “જે સમાજની વર્ષો સુધી ઉપેક્ષા કરવામાં આવી, આજે મોદી સરકાર તે સમાજને વિકાસ અને આત્મનિર્ભરતા તરફ લઈ જઈ રહી છે.”આ નવું બિલ માત્ર નામ પૂરતું મર્યાદિત નથી, પરંતુ તેમાં ટેકનોલોજી અને કાર્યપદ્ધતિમાં પણ ધરખમ ફેરફારો સૂચવવામાં આવ્યા છે: મનરેગા હેઠળ અત્યાર સુધી વર્ષમાં 100 દિવસની રોજગારી મળતી હતી, જે નવા બિલ હેઠળ વધારીને 125 દિવસ કરવાની દરખાસ્ત છે.અત્યાર સુધી અકુશળ મજૂરી માટે કેન્દ્ર 100% ફંડ આપતું હતું. હવે ‘શેર્ડ ફંડિંગ’ મોડલ આવશે. સામાન્ય રાજ્યો માટે કેન્દ્ર-રાજ્યનો હિસ્સો 60:40 રહેશે, જ્યારે ઉત્તર-પૂર્વના રાજ્યો માટે 90:10 રહેશે. છેતરપિંડી રોકવા માટે AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ), જીપીએસ મોનિટરિંગ અને બાયોમેટ્રિક હાજરી પર ભાર મૂકવામાં આવ્યો છે.મનરેગામાં વેતન 15 દિવસે મળતું હતું, જે હવે સાપ્તાહિક (વીકલી) ધોરણે ચૂકવવાની જોગવાઈ છે. બિલમાં ચાર મુખ્ય ક્ષેત્રો નક્કી કરાયા છે: જળ સુરક્ષા, ગ્રામીણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આજીવિકા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આબોહવા પરિવર્તન સામે રક્ષણ.સાંસદ ધવલભાઈ પટેલે વધુમાં જણાવ્યું કે, ખેતીની વાવણી અને લણણીના સમયગાળા દરમિયાન મજૂરોની અછત ન સર્જાય તે માટે રાજ્ય સરકારોને 60 દિવસના કામના વિરામની સત્તા પણ આપવામાં આવી છે. આ બિલના અમલીકરણથી ગ્રામ પંચાયતો વધુ સશક્ત બનશે અને ‘વિકસિત ગ્રામ પંચાયત યોજના’ દ્વારા સ્થાનિક સ્તરે બજેટનું આયોજન થશે.આ બિલના રજૂ થવાથી અને ધવલભાઈ પટેલના ધારદાર સંબોધનથી સંસદમાં નવી ચર્ચા છેડાઈ છે. આગામી દિવસોમાં આ બિલ ગ્રામીણ ભારતની તસવીર બદલવામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે..

Back to top button
error: Content is protected !!