ARAVALLIGUJARATMALPURMODASA

ટ્રેક્ટર ભાડા કૌભાંડ: ₹ 87 લાખના 16 ટ્રેક્ટર અને 7 ટોલી લઈને ચાર શખ્સો ફરાર, માલપુર પોલીસમાં ફરિયાદ નોંધાઈ

માલપુરના રામપુર મેવડા , રીંછવાડ, નાથાવાસ, નવાકુવા, મંગળપૂર, મેવડા, પીપરાણા , ચોરીવાડ, પૂજારાની મેવાડી, કૃષ્ણાપુર સહિતના ખેડૂતો બન્યા ભોગ 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

ટ્રેક્ટર ભાડા કૌભાંડ: ₹ 87 લાખના 16 ટ્રેક્ટર અને 7 ટોલી લઈને ચાર શખ્સો ફરાર, માલપુર પોલીસમાં ફરિયાદ નોંધાઈ

માલપુરના રામપુર મેવડા , રીંછવાડ, નાથાવાસ, નવાકુવા, મંગળપૂર, મેવડા, પીપરાણા , ચોરીવાડ, પૂજારાની મેવાડી, કૃષ્ણાપુર સહિતના ખેડૂતો બન્યા ભોગ

અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં ખેડૂતો સાથે મોટા પાયે છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. ચાર શખ્સોએ ખેડૂતોને ટ્રેક્ટર સોલાર કંપનીઓ અને કન્સ્ટ્રક્શન સાઇટ પર ભાડે ચલાવવાના બહાને વિશ્વાસમાં લઈ ભાડા કરાર કરાવ્યા બાદ લાખો રૂપિયાના ટ્રેક્ટરો અને ટોલીઓ પરત ન આપતાં માલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે

ફરિયાદ મુજબ આરોપી **વિજયભાઈ રાધાભાઈ પરમાર (પ્રાંતવેલ, બાયડ), સુનીલભાઈ કાળાભાઈ પરમાર (પ્રાંતવેલ, બાયડ), પ્રવિણભાઈ કનકાભાઈ મસાર (લાલજીના પહાડિયા, માલપુર) અને કનુભાઈ જશુભાઈ પાંડોર (ગોવીદપુર, માલપુર)**એ અગાઉથી ગુનાહિત કાવતરું રચી ખેડૂતોને માસિક ભાડાની લાલચ આપી ટ્રેક્ટરો ભાડે લીધા હતા.
મુખ્ય ફરિયાદી લખમણભાઈ સાયબાભાઈ મારિવાડ (રહે. મેવડા, માલપુર)એ જણાવ્યું છે કે આરોપીઓએ તેમનું ટ્રેક્ટર દર મહિને ₹ 17,000ના ભાડે લઈ શરૂઆતમાં બે મહિનાનું એડવાન્સ ચૂકવ્યું હતું. ત્યારબાદ ભાડું આપવાનું બંધ કરી દીધું અને ચોમાસાની સિઝન શરૂ થતાં ટ્રેક્ટર પરત માંગવા છતાં કોઈ જવાબ આપ્યો નહીં. આરોપીઓના ઘરે તપાસ કરતાં તેઓ પણ મળી આવ્યા નહોતા.તપાસ દરમિયાન અન્ય ખેડૂતો પણ ભેગા થતાં જાણવા મળ્યું કે 16 ડિસેમ્બર 2025થી 15 જૂન 2026 દરમિયાન કુલ 16 ટ્રેક્ટર અને 7 ટોલી ભાડા કરારથી લઈ ભાડું ચૂકવ્યા વગર તેમજ કરાર પૂર્ણ થયા છતાં પરત ન આપવામાં આવ્યા હતા.ફરિયાદ મુજબ કુલ 16 ટ્રેક્ટરની અંદાજિત કિંમત ₹ 83.50 લાખ અને 7 ટોલીની કિંમત ₹ 3.50 લાખ મળી કુલ ₹ 87 લાખની મિલકત આરોપીઓના કબજામાં હોવાનું જણાવાયું છે.આ કેસમાં માલપુર તાલુકા ઉપરાંત મેઘરજ વિસ્તારના અનેક ખેડૂતો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે. તમામ પીડિતોએ ભાડા કરાર, આર.સી. બુક અને અન્ય દસ્તાવેજો પોલીસ સમક્ષ રજૂ કર્યા છે.ફરિયાદના આધારે માલપુર પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનાહિત કાવતરું રચી વિશ્વાસઘાત અને છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર મામલાની વધુ તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.

ફરિયાદ મુજબ આરોપી

વિજયભાઈ રાધાભાઈ પરમાર (પ્રાંતવેલ, બાયડ), સુનીલભાઈ કાળાભાઈ પરમાર (પ્રાંતવેલ, બાયડ), પ્રવિણભાઈ કનકાભાઈ મસાર (લાલજીના પહાડિયા, માલપુર) અને કનુભાઈ જશુભાઈ પાંડોર (ગોવીદપુર, માલપુર)

Back to top button
error: Content is protected !!