GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: ભાયાવદરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ કરતા વેપારીઓ દંડાયા

તા.૨૪/૧૨/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

નગરપાલિકાની ટીમે દુકાનદારો અને લારી ગલ્લાધારકોને નોટિસ ફટકારી દંડની વસૂલાત કરી

Rajkot: ભાયાવદર શહેરમાં નગરપાલિકા તંત્ર દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક વિરુદ્ધ કડક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત શહેરના વિવિધ બજારોમાં તપાસ હાથ ધરીને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા વેપારીઓ સામે દંડનાત્મક પગલાં લેવામાં આવ્યા હતા.

નગરપાલિકાની ટીમ દ્વારા માર્કેટમાં શાકભાજી વેચતા વેપારીઓ, દુકાનદારો તેમજ લારી ગલ્લાધારકોને ત્યાં આકસ્મિક તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ કરતા માલુમ પડેલા તમામ વેપારીઓને સ્થળ પર જ નોટિસ ફટકારવામાં આવી છે. તંત્ર દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ પાસેથી નાણાકીય દંડની વસૂલાત કરી આગામી સમયમાં આવી ભૂલ ન કરવા તાકીદ કરવામાં આવી છે.

આગામી દિવસોમાં પણ પ્લાસ્ટિક મુક્ત શહેર બનાવવા માટે આ પ્રકારની ચેકિંગની પ્રક્રિયા સતત ચાલુ રાખવામાં આવનાર હોવાનું પાલિકાની ટીમ દ્વારા જણાવાયું હતું.

Back to top button
error: Content is protected !!