DAHODGUJARAT

દાહોદ શહેર સહીત જિલ્લામાં વેપારીઓએ વેપાર ધધો બંધ રાખી ભારત બંધનું સમર્થન આપ્યું 

તા. ૨૧. ૦૮. ૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

 

Dahod:દાહોદ શહેર સહીત જિલ્લામાં વેપારીઓએ વેપાર ધધો બંધ રાખી ભારત બંધનું સમર્થન આપ્યું

{“remix_data”:[],”remix_entry_point”:”challenges”,”source_tags”:[“local”],”origin”:”unknown”,”total_draw_time”:0,”total_draw_actions”:0,”layers_used”:0,”brushes_used”:0,”photos_added”:0,”total_editor_actions”:{},”tools_used”:{},”is_sticker”:false,”edited_since_last_sticker_save”:false,”containsFTESticker”:false}

સુપ્રિમ કોર્ટના જજાેની બેન્ચ દ્વારા એસ.ટી., એસ.સી. આરક્ષણમાં ક્રિમીનરલ સબક્લાસીફિકિશનના ચુદાદાનો આદિવાસી સમાજના લોકોન દ્વારા ભારે વિરોધ બાદ આજરોજ ૨૧મી ઓગષ્ટના રોજ ભારત બંધના એલાનને પગલે દાહોદ શહેર સહિત જિલ્લામાં આ બંધને સમર્થન પ્રાપ્ત થયું હતું જેમાં દાહોદ, ઝાલોદ, લીમડી, ફતેપુરા, લીમખેડા ગરબાડા વિગેરે જેવા વિસ્તારોમાં વેપાર, ધંધા સજ્જડ બંધ રહ્યાં હતાં

એસસી, એસટી ક્રિમિલીયર સબક્લાસીફિકશનના ચુકાદાનું ભારતના આ સમાજ દ્વારા ભારે વિરોધ નોંધાંવવામાં આવી રહ્યો છે ત્યારે તેના સમર્થનમાં ગુજરાતના આબુથી ઉમરગામ સુધીના આદિવાસી સમાજના આગેવાનો, સામાજિક કાર્યકર્તઓ અને રાજકીય પ્રતિનિધિઓ દ્વારા તારીખ ૧૮મી ઓગષ્ટના રોજ વડોદરા મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આજરોજ તારીખ ૨૧મી ઓગષ્ટના રોજ આ વિરોધને સમર્થન મળતાં દાહોદ, પંચમહાલ, મહીસાગર વિસ્તારના આદિવાસી સમાજ દ્વારા ભારત બંધનું આહ્વાન તેમજ સમર્થ જાહેર કર્યુ હતું જેમાં પંચમહાલ, દાહોદની જનતા જાેડાય તેવી અપીલ કરવામાં આવી હતી ત્યારે આજરોજ આ બંધના સમર્થનમાં દાહોદ જિલ્લાના દાહોદ શહેર, ઝાલોદ, લીમડી, ફતેપુરા, લીમખેડા, ગરબાડા જેવા વિસ્તારોમાં વેપાર, ધંધા વેપારીઓએ સજ્જડ બંધ રાખી સમર્થન પુરૂ પાડ્યું હતું. વહેલી સવારથીજ બજારો સુમસામ ભાસી રહ્યાં હતાં

Back to top button
error: Content is protected !!