યાત્રાધામ પાવાગઢ ડુંગર સ્થિત પ.પૂ.બ્રહ્મલીન અરૂપગીરી સ્વામીજીને શાસ્ત્રોક વિધિવત સમાધિ અપાઈ

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૬.૭.૨૦૨૫
યાત્રાધામ પાવાગઢ ડુંગર સ્થિત પ.પૂ.બ્રહ્મલીન અરૂપગીરી સ્વામીજીને આજરોજ શાસ્ત્રોક વિધિવત વૈદિક મંત્રોચ્ચાર સાથે સંતો તેમજ મોટી સંખ્યામાં ભક્તો ની ઉપસ્થિતિમાં સ્થળ સમાધિ આપવામાં આવી હતી.જેને લઈને તેમના ભક્તોમાં અને સમગ્ર ડુંગર ઉપર શોકની લાગણી પ્રસરી જવા પામી હતી.છેલ્લા 40 વર્ષ ઉપરાંતથી યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ ડુંગર ઉપર બિરાજમાન જગતજનની માં કાળીના પ્રખર ઉપાસક તેમજ યાત્રિકોની સેવા ને માતાજીની સેવા માનતા એવા પ.પૂ.બ્રહ્મલીન અરુપગીરી સ્વામીજી ગુરુ જગદીશ ગિરીજી નિરંજની અખાડા હરિદ્વાર જેવોનું ગતરોજ બપોરે 3:15 કલાકે માતાજીના ચરણોમાં બ્રહ્મલીન થઈ ગયા હતા.આ દુઃખદ સમાચાર તેમના અનુયાયીઓમાં વાયુ વેગે ફેલાતા તેઓના આશ્રમ ખાતે આજે વહેલી સવારે ભક્તગણ ઉમટી પડ્યા હતા.આજે બુધવારના રોજ સવારે 10:30 કલાકે પ.પૂ.અરુપગિરી સ્વામીજીની શાસ્ત્રોત વિધિવત રીતે પાલકી યાત્રામાં બિરાજમાન કરી છાસિયા તળાવ નજીકના નાના ડુંગર ઉપર માતાજીના પગથિયા સુધી પાલખીયાત્રા પહોંચી ત્યારે મંદિરના ટ્રસ્ટીઓ તેમજ પૂજારીએ વિધિવત રીતે પ. પૂ.સ્વામીજીને તિલક ચંદન કરી પુષ્પ અર્પણ કરી પૂજા અર્ચના કરી હતી ત્યારબાદ પાલખીયાત્રા તેઓના આશ્રમ ઉપર પરત આવી હતી અને ત્યારબાદ સંતો અને ભૂદેવની હાજરીમાં શાસ્ત્રોક વિધિ વિધાન પ્રમાણે આજરોજ 12:30 કલાકે પરમ પૂજ્ય સ્વામી અરૂપ ગીરીજીને સ્થળ સમાધિ આપવામાં આવી હતી.સંતો મહંતોની પ્રણાલિકા મુજબ સ્વામી અરુપગીરીજીની 16સી નો કાર્યક્રમ તારીખ 30 7.2025 ને બુધવારે 11:30 કલાકે પાવાગઢ ખાતે શ્રી કાલી મંદિર અન્નપૂર્ણા હોલ ખાતે રાખવામાં આવેલ છે.







