ARAVALLIGUJARATMEGHRAJMODASA

મેઘરજ – ઉત્તરાયણ નિમિત્તે ઝરડા ગામે દેવચકલી ઉડાડવાની પરંપરા દેવચકલી લીલા ઝાડ પર બેસતા સારા વર્ષનો વરતારો

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મેઘરજ – ઉત્તરાયણ નિમિત્તે ઝરડા ગામે દેવચકલી ઉડાડવાની પરંપરા દેવચકલી લીલા ઝાડ પર બેસતા સારા વર્ષનો વરતારો

આદિવાસી સમાજની પરંપરા અને લોકવિશ્વાસને જીવંત રાખતી ઉત્તરાયણની ઉજવણી ઝરડા ગામે પરંપરાગત રીતે કરવામાં આવી હતી. આજે તા. 14 જાન્યુઆરી, ઉત્તરાયણના પાવન પર્વ નિમિત્તે ઝરડા ગ્રામ પંચાયતના સરપંચ પરેશભાઈ અશ્વિનભાઈ મેણાત દ્વારા દેવચકલી ઉડાડવાની વિધિ કરવામાં આવી હતી. ઉડાડેલી દેવચકલી લીલા ઝાડ પર બેસતા ગામના વડીલોના મતે આવતું વર્ષ સુખાકારી અને સારા વરસાદનું રહેશે એવો વરતારો કરવામાં આવ્યો છે.આદિવાસી સંસ્કૃતિ મુજબ ઉત્તરાયણના દિવસે ગામના યુવાનો દેવચકલી પકડી તેને ગામના મુખી, સરપંચ અથવા પ્રતિષ્ઠિત વ્યક્તિના ઘરે લઈ જાય છે. ત્યારબાદ દેવચકલીને ઘી, ગોળ અને તલ ખવડાવી તેમના હાથે ઉડાડવામાં આવે છે. લોકમાન્યતા અનુસાર જો દેવચકલી લીલા ઝાડ પર બેસે તો વર્ષ સારો રહેશે અને વરસાદ સારોથશે, જ્યારે સૂકા ઝાડ અથવા પથ્થર પર બેસે તો ઓછા વરસાદ અને દુષ્કાળની સંભાવના માનવામાં આવે છે.આ વર્ષે સરપંચ પરેશભાઈ મેણાત દ્વારા ઉડાડેલી દેવચકલી લીલા ઝાડ પર બેસતા સમગ્ર ગામમાં આનંદ અને આશાવાદનું વાતાવરણ જોવા મળ્યું હતું.આ પ્રસંગે પંચાયત સભ્ય જીવાભાઈ કટારા, સામાજિક કાર્યકર બચુભાઈ તબિયાડ, ગામ આગેવાન કાંતિભાઈ કાળાભાઈ કટારા, મણિલાલ મેણાત, મનુરભાઈ મેણાત, જયંતિભાઈ મેણાત, ભેમાભાઈ મેણાત, હાંજાભાઈ મેણાત, બાબુભાઈ મેણાત, ઈશ્વરભાઈ ડામોર, કનુભાઈ મેણાત, રાજુભાઈ, રમેશભાઈ, કાંતિભાઈ નરસિંહભાઈ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહી ઉત્તરાયણની પરંપરાગત ઉજવણી કરી હતી.

Back to top button
error: Content is protected !!