પાલનપુર તાલુકાના જગાણા ગુરૂ સ્થાને પરંપરાગત ખીર પ્રસાદ વિધિ સંપન્ન થઈ
15 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
પાલનપુર તાલુકાના સુખી અને સંપન્ન જગાણા ગામે ગુરુ મહારાજના સ્થાનેથી દર વર્ષે ગામની પવિત્ર વિધિ માનતાઓનું આયોજન થાય છે જેમાં ગામ તોરણ, હવન- યજ્ઞ, ગુરુ મહારાજ દર્શન, તેમજ ખીર પ્રસાદના ધાર્મિક કાર્યક્રમો યોજાતા હોય છે જે અનુસાર તારીખ ૧૪/૯/૨૦૨૪ ને ભાદરવા સુદ-અઞિયારસ શનિવારના રોજ જગાણા ગામે ખીર પ્રસાદ ધાર્મિક વિધિ સંપન્ન કરી હતી જેમાં સમગ્ર ગામનું પશુપાલકો નું દૂધ આ દિવસે જગાણા ડેરીને આપવાનું બંધ રાખી ગામના ગુરૂ સ્થાને એકત્રિત કરાયા બાદ તે દિવસે સમગ્ર ગામના બાળકો, આંગણવાડી,શાળાઓના વિદ્યાર્થીઓ,અંબાજી જતા પદયાત્રીઓ, તેમજ ગ્રામજનોને ખીરની પ્રસાદી આપવામાં આવે છે જગાણા ગામના ગુરુ મંદિર તેમજ અન્ય ધર્મ સંસ્થાઓના સહયોગથી દર વર્ષે ગુરુ શ્રદ્ધાથી ખીરની પ્રસાદી આપવાની પરંપરા છે જે પરંપરા 62 વર્ષથી આશરે ચાલી આવે છે જેમાં શ્રદ્ધા ભક્તિ અને ગ્રામ્ય એકતા નો સમન્વય સહિત ધર્મ જોવા મળે છે જગાણાના ગુરુ મહારાજના મંદિરે દૂધ એકત્રિત કરી ખીર પ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં સનાતન ટ્રસ્ટના પ્રમુખશ્રી, સનાતન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને ગામના અગ્રણીઓ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા સમગ્ર કાર્યક્રમ ધર્મ મંગલમય વાતાવરણમાં સંપન્ન થયો હતો.




