
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં આહવાથી વઘઈને જોડતા રાજયધોરી માર્ગ પર મંગળવારે બપોરે એક લોડીંગ ટ્રક ફસાઈ જવાના કારણે ઘોઘલી ઘાટ પાસે લાંબો ટ્રાફિક જામ જોવા મળ્યો હતો.મળતી માહિતી મુજબ લોખંડના સળિયાનો જથ્થો ભરેલ આ લોડીંગ ટ્રક રિવર્સ લેતી વખતે રસ્તા વચ્ચે ફસાઈ ગયો હતો.આ ઘટનાને પગલે આહવા અને વઘઈ વચ્ચેનો વાહન વ્યવહાર કલાકો સુધી ઠપ્પ થઈ ગયો હતો.આ બનાવની જાણ ડાંગ ટ્રાફિક પોલીસને થતા તુરંત જ ઘટના સ્થળે પહોંચીને વાહન હટાવવાની કામગીરી શરૂ કરી હતી.અહી ડાંગ ટ્રાફિક પોલીસની ટીમે ઘણા સમયની જહેમત લીધા બાદ ટ્રક હટાવવા માટે સફળતા મળી હતી.બાદમાં ટ્રક સાઈડમાં ખસેડી લેવામાં આવતા ટ્રાફિક પુનઃ શરૂ કરવામાં આવ્યો હતો.આ ઘટનાને પગલે આ રૂટ પર મુસાફરી કરતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.આહવા-વઘઇ માર્ગમાં ટ્રાફિક જામના કારણે લોકોને પોતાના ગંતવ્ય સ્થાને પહોંચવામાં મોડુ થતા અકળાયા હતા.પરંતુ પોલીસની ટીમે જહેમત ઉઠાવતા માર્ગ ખુલી જતા અંતે વાહનચાલકોએ હાશકારો અનુભવ્યો હતો.





