ARAVALLIGUJARATMODASA

અરવલ્લી : મોડાસા નજીક વાણીયાદ પાસે ડમ્પર ખાડામાં ખાબક્યું, ટ્રાફિક જામ સર્જાયો – ઓવર સ્પીડ ચાલતા ડમ્પરો સામે પોલિસની નિષ્ક્રિયતા 

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : મોડાસા નજીક વાણીયાદ પાસે ડમ્પર ખાડામાં ખાબક્યું, ટ્રાફિક જામ સર્જાયો – ઓવર સ્પીડ ચાલતા ડમ્પરો સામે પોલિસની નિષ્ક્રિયતા

અરવલ્લી જિલ્લામાં મોડાસા નજીક આવેલા વાણીયાદ ગામ પાસે અકસ્માત સર્જાયો હતો. ડામર મિશ્રિત મેટલ ભરેલું ડમ્પર રોડ સાઈડના ખાડામાં ખાબકતાં સ્થળ પર હડકંપ મચી ગયો હતો.મળતી માહિતી મુજબ ડમ્પરનો ડ્રાઇવર સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા વાહન સીધું ખાડામાં ઉતરી ગયું હતું. ઘટનાના પગલે રોડની બન્ને બાજુ લાંબી વાહન લાઇન લાગી ગઈ હતી અને થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.ઘટનાની જાણ થતા લોકોના ટોળાં ઉમટ્યા હતા રસ્તાની બંને બાજુ ટ્રાફિક સર્જાઈ હતી સાથે ટ્રાફિકને સંભાળવાની કામગીરી હાથ ધરી હતી. આ દરમ્યાન ડમ્પરને બહાર કાઢવા માટે બે ક્રેન બોલાવવામાં આવી હતી.ડમ્પર છેલ્લા કેટલાય સમયથી રોડ સાઈડમાં ખાબક્યું હતું જેને લઇ સતત ટ્રાફિક સર્જાઈ હતી. જોકે કોઈ જાનહાની ન થતા રાહતના સમાચાર સામે આવ્યા હતા સ્થળ પર મોટી સંખ્યામાં લોકોના ટોળાં ઉમટતાં દૃશ્ય જોવા મળ્યાં હતાં. સદભાગ્યે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી

Back to top button
error: Content is protected !!