ANANDANAND CITY / TALUKOGUJARAT

ઝારોલા હાઇસ્કુલ માં નેતા બનવા માટે લીડર એપ્ટીટ્યુડ ટેસ્ટ (લેટ) ફરજિયાત કરાઈ.

ઝારોલા હાઇસ્કુલ માં નેતા બનવા માટે લીડર એપ્ટીટ્યુડ ટેસ્ટ (લેટ) ફરજિયાત કરાઈ.

તાહિર મેમણ – આણંદ – 22/07/2024- શાળા હોય કે સમાજ, દરેક જગ્યાએ વિદ્યાર્થીઓમાં જોમ ભરી ઉચ્ચ શિક્ષણની સાથે હંમેશા કંઈક નવી તરાહ બતાવવા માટે આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના ઝારોલા હાઇસ્કુલના શિક્ષકોની ટીમે ભારતના રાજકારણીઓને એક નવી રાહ ચીંધી છે. શાળામાં ધોરણ પાંચ થી 12 ના વિદ્યાર્થીઓ માટે શાળા પંચાયતની રચના કરવા 17 જુનના રોજ જાહેરનામુ બહાર પડાયું હતું. ત્યારબાદ શાળા વિકાસ પાર્ટી, વિદ્યાર્થી ઉત્કર્ષ પાર્ટી, ઝારોલા હાઇસ્કુલ પાર્ટી આમ કુલ ત્રણ પાર્ટી અને અપક્ષ ઉમેદવારોએ ચૂંટણી ચિહનના આધારે ડિપોઝિટ ભરી, ટેકેદારો સાથે ઉમેદવારી પત્ર ભર્યું હતું અને 12 જુલાઈના રોજ નેતા બનવા માટે જરૂરી એવી લીડર એપટીટ્યુડ ટેસ્ટ (લેટ) પરીક્ષા આપી હતી. જેમાં પાસ થયેલા ઉમેદવારો ચૂંટણી લડવા લાયક બન્યા હતા. ચૂંટણી મેદાનમાં વી.યુ.પી ના17, એસ વી પી ના આઠ, ઝેડ એચ પી ના પાંચ અને પાંચ અપક્ષ આમ કુલ 35 ઉમેદવારોએ ઝંપલાવ્યુ હતું. જે પૈકી વી યુ પી ના સાત અને બે અપક્ષ ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા હતા. જોરસોરથી પ્રચાર કર્યા બાદ 18 તારીખની સાંજે ચૂંટણીના પડઘમ શાંત થયા હતા. 20 જુલાઈના રોજ ભાદરણ પોલીસ સ્ટેશનના પોલીસો વર્ષાબેન ચૌધરી તથા જાવેદભાઈ અખ્તરના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સવારે 7:30 કલાકે મોકપોલ બાદ 8 થી 9 દરમિયાન મતદાન ચાર બુથમાં થયું હતું. ચાર બુથ પૈકી એક બુથ સખી બુથ હતું. સખી બુથની તમામ જવાબદારી કન્યાઓએ સંભાળી હતી. અન્ય ત્રણ બુથમાં ધોરણ 11, 12 ના વિદ્યાર્થીઓએ જવાબદારી નિભાવી હતી. દરેક બુથ માટે જરૂરી તમામ સાહિત્ય જે તે બુથના પ્રિસાઇડિંગ ઓફિસરોને 19 જુલાઈના રોજ આપી દેવામાં આવ્યુ હતું. કેટલાક બુથ પર મતદાન માટે ભારે ઘસારાને કારણે સમય પૂરો થયા બાદ નંબર વાળી કાપલીઓ આપવામાં આવી હતી. મતદાન દરમિયાન દર 15 મિનિટે ઝોનલ ઓફિસરો દ્વારા મતદાનની ટકાવારી મેળવાઈ હતી તેમજ દરેક બુથ પર શાંતિપૂર્વક મતદાન થાય છે કે નહિ તેની ચકાસણી કરાઈ હતી. મતદાન બાદ મતપેટીઓને સીલ કરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પ્રિસાઇડિંગ ઓફિસરો દ્વારા રીસીવિંગ સેન્ટર પર જમા કરાવાઈ હતી. કુલ 378 મતદાતાઓ પૈકી 301 મતદાતાએ આધાર કાર્ડ, સ્કૂલ ડાયરી, બેંક પાસબુક પૈકી કોઈ એક ફોટો આઈડી સાથે વોટીંગ કરતા 79.63 ટકા જેટલું ઊંચું મતદાન થયું હતું. મતદાન બાદ શાળાના વિવિધ મીડિયા સેલ દ્વારા એક્ઝિટ પોલના આંકડા જાહેર થયા હતા. એક્ઝિટ પોલમાં વી. યુ .પી પાર્ટી એટલે કે વિદ્યાર્થી ઉત્કર્ષ પાર્ટી ભારે બહુમતથી જીત તરફ જતી હોવાના તારણ મળ્યા હતા. તો કેટલીક જગ્યાએ અપક્ષ ઉમેદવારો પણ મેદાન મારશે તેવા તારણો આવ્યા હતા. હવે સોમવાર તારીખ 22 જુલાઈ ના રોજ મતગણતરી કેન્દ્ર પર સવારે 10:30 કલાકે પોલીસ બંદોબસ્ત વચ્ચે મત ગણતરી શરૂ થશે. લગભગ બાર વાગ્યા સુધીમાં તમામ ગણતરી પૂરી થવાની સંભાવના છે. આજ દિવસે બપોર પછી વીજેતા પાર્ટીના નેતાઓની બેઠક મળશે જેમાં વિધાયક દળના નેતાની પસંદગી થશે અને સાંજે રાજ્યપાલ તરીકે ફરજ બજાવનાર શ્રી ધર્મેશભાઈ પટેલ પાસે સરકાર રચવાનો દાવો કરાશે. રાજ્યપાલ બહુમત ધરાવતી પાર્ટીને સરકાર રચવાનું આમંત્રણ આપશે અને 23 જુલાઈ મંગળવારના રોજ શપથ ગ્રહણ થવાની સંભાવના છે. શપથ ગ્રહણબોરસદ તાલુકાના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં યોજાશે. જેમાં વિવિધ ગામના નેતાઓને આમંત્રણ આપવામાં આવે તેવી સંભાવના છે. દેશના રાજકારણમાં નવો અધ્યાય લખવા જઈ રહી છે ઝારોલા હાઇસ્કુલ.
નેતા બનવા માટે લીડર એપ્ટીટ્યુડ ટેસ્ટ (લેટ) ફરજિયાત કરાઈ.

શાળા હોય કે સમાજ, દરેક જગ્યાએ વિદ્યાર્થીઓમાં જોમ ભરી ઉચ્ચ શિક્ષણની સાથે હંમેશા કંઈક નવી તરાહ બતાવવા માટે આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના ઝારોલા હાઇસ્કુલના શિક્ષકોની ટીમે ભારતના રાજકારણીઓને એક નવી રાહ ચીંધી છે. શાળામાં ધોરણ પાંચ થી 12 ના વિદ્યાર્થીઓ માટે શાળા પંચાયતની રચના કરવા 17 જુનના રોજ જાહેરનામુ બહાર પડાયું હતું. ત્યારબાદ શાળા વિકાસ પાર્ટી, વિદ્યાર્થી ઉત્કર્ષ પાર્ટી, ઝારોલા હાઇસ્કુલ પાર્ટી આમ કુલ ત્રણ પાર્ટી અને અપક્ષ ઉમેદવારોએ ચૂંટણી ચિહનના આધારે ડિપોઝિટ ભરી, ટેકેદારો સાથે ઉમેદવારી પત્ર ભર્યું હતું. ત્યારબાદ 12 જુલાઈના રોજ લીડર એપટીટ્યુડ ટેસ્ટ (લેટ) પરીક્ષા આપી હતી. જેમાં પાસ થયેલા ઉમેદવારો ચૂંટણી લડવા લાયક બન્યા હતા. જોરસોરથી પ્રચાર કર્યા બાદ 18 તારીખની સાંજે ચૂંટણીના પડઘમ શાંત થયા હતા. 20 જુલાઈ ના રોજ ભાદરણ પોલીસ સ્ટેશનના પોલીસોના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સવારે 7:30 કલાકે મોકપોલ બાદ 8 થી 9 દરમિયાન મતદાન ચાર બુથમાં થયું હતું. ચાર બુક પૈકી એક બુથ સખી બુથ હતું. સખી બુથની તમામ જવાબદારી કન્યાઓએ સંભાળી હતી. અન્ય ત્રણ બુથમાં ધોરણ 11, 12 ના વિદ્યાર્થીઓએ જવાબદારી નિભાવી હતી. દરેક બુથ માટે જરૂરી તમામ સાહિત્ય જે તે બુથના પ્રિસાઇડિંગ ઓફિસરોને 19 જુલાઈના રોજ આપી દેવામાં આવ્યુ હતું. કેટલાક બુથ પર મતદાન માટે ભારે ઘસારાને કારણે સમય પૂરો થયા બાદ નંબર વાળી કાપલીઓ આપવામાં આવી હતી. મતદાન દરમિયાન દર 15 મિનિટે ઝોનલ ઓફિસરો દ્વારા મતદાનની ટકાવારી મેળવાઈ હતી તેમજ દરેક બુથ પર શાંતિપૂર્વક મતદાન થાય છે કે નહિ તેની ચકાસણી કરી હતી. મતદાન બાદ મત પેટીઓને સીલ કરી ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પ્રિસાઇડિંગ ઓફિસરો દ્વારા રીસીવિંગ સેન્ટર પર જમા કરાવાઈ હતી. મતદાન બાદ શાળાના વિવિધ મીડિયા સેલ દ્વારા એક્ઝિટ પોલના આંકડા જાહેર થયા હતા. એક્ઝિટ પોલમાં વી. યુ .પી પાર્ટી એટલે કે વિદ્યાર્થી ઉત્કર્ષ પાર્ટી ભારે બહુમતથી જીત તરફ જતી હોવાના તારણ મળ્યા હતા. તો કેટલીક જગ્યાએ અપક્ષ ઉમેદવારો પણ મેદાન મારશે તેવા તારણો આવ્યા હતા. હવે સોમવાર તારીખ 22 જુલાઈ ના રોજ મતગણતરી કેન્દ્ર પર સવારે 10:30 કલાકે મત ગણતરી શરૂ થશે. લગભગ બાર વાગ્યા સુધીમાં તમામ ગણતરી પૂરી થવાની સંભાવના છે. આજ દિવસે બપોર પછી વીજેતા પાર્ટીના નેતાઓની બેઠક મળશે જેમાં વિધાયક દળના નેતાની પસંદગી થશે અને સાંજે રાજ્યપાલ તરીકે ફરજ બજાવનાર ખુબજ ઉત્સાહી અને મહેનતુ એવા શિક્ષક શ્રી ધર્મેશભાઈ પટેલ પાસે સરકાર રચવાનો દાવો કરાશે. રાજ્યપાલ બહુમત ધરાવતી પાર્ટીને સરકાર રચવાનું આમંત્રણ આપશે અને 23 જુલાઈ મંગળવારના રોજ શપથ ગ્રહણ થવાની સંભાવના છે. શપથ ગ્રહણ બોરસદ તાલુકાના અધિકારીઓની હાજરીમાં યોજાશે. જેમાં વિવિધ ગામના નેતાઓને આમંત્રણ આપવામાં આવે તેવી સંભાવના છે. રિટર્નિંગ ઓફિસર તરીકે શાળાના સમાજવિદ્યાના શિક્ષક શ્રી કનુભાઈ સોલંકી અને મદદનીશ રીટનિંગ ઓફિસર તરીકે રવિભાઈએ ચૂંટણી સ્ટાફના અન્ય મિત્રોના સહકારથી ફરજ બજાવી રહ્યા છે. શાળાના આચાર્ય શ્રી નવીનભાઈ પટેલે જણાવ્યું હતું કે ચૂંટણી બાદ જે પાર્ટીએ બહુમત પ્રાપ્ત કર્યો હશે તે પાર્ટીના ઉમેદવારોની સાથે અન્ય પાર્ટીના જીતેલા ઉમેદવારોને પણ મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવશે અને આ રીતે સ્વચ્છ રાજકારણ થકી શાળાનો વિકાસ કરવામાં આવશે. વિશેષમાં તેમને જણાવ્યું હતું કે આ જ રીતે રાજ્ય અને દેશના રાજકારણમાં પણ નેતાઓ માટે પરીક્ષા યોજવામાં આવે તો સારા નેતાઓ પ્રાપ્ત થશે, તેમ જ મંત્રીમંડળમાં પણ બહુમત ધરાવતી પાર્ટીના નેતાઓની સાથે બહુમત ના મેળવેલ પાર્ટીના વિજેતા ઉમેદવારોને સ્થાન આપવામાં આવે તો કોઈ જાતના વિરોધ વગર રાજ્ય અને દેશનો વિકાસ સારી રીતે થઈ શકે. જો ભવિષ્યમાં આવું થશે તો તેના પાયામાં ઝારોલા હાઇસ્કુલ હશે.ક શ્રી કનુભાઈ સોલંકી અને મદદનીશ રીટનિંગ ઓફિસર તરીકે રવિભાઈએ ચૂંટણી સ્ટાફના અન્ય મિત્રોના સહકારથી ફરજ બજાવી હતી. શાળાના આચાર્યશ્રી નવીનભાઈ પટેલે જણાવ્યું હતું કે ચૂંટણી બાદ જે પાર્ટીએ બહુમત પ્રાપ્ત કર્યો હશે તે પાર્ટીના ઉમેદવારોની સાથે અન્ય પાર્ટીના જીતેલા ઉમેદવારોને પણ મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવશે અને આ રીતે સ્વચ્છ રાજકારણ થકી શાળાનો વિકાસ કરવામાં આવશે. વિશેષમાં તેમને જણાવ્યું હતું કે આ જ રીતે રાજ્ય અને દેશના રાજકારણમાં પણ નેતાઓ માટે પરીક્ષા યોજવામાં આવે તો સારા નેતાઓ પ્રાપ્ત થશે, તેમ જ મંત્રીમંડળમાં પણ બહુમત ધરાવતી પાર્ટીના નેતાઓની સાથે બહુમત ના મેળવેલ પાર્ટીના વિજેતા ઉમેદવારોને સ્થાન આપવામાં આવે તો કોઈ જાતના વિરોધ વગર રાજ્ય અને દેશનો વિકાસ સારી રીતે થઈ શકે. જો ભવિષ્યમાં આવું થશે તો તેના પાયામાં ઝારોલા હાઇસ્કુલ હશે. પોલીસ કોન્સ્ટેબલ વર્ષાબેન ચૌધરી સમગ્ર ચૂંટણી પ્રક્રિયાથી ખૂબ જ અભિભૂત થયા હતા,તેમને જણાવ્યું હતું કે શાળા કક્ષાએ આવા પ્રકારની ચૂંટણી તેઓએ પ્રથમવાર નિહાળી છે. વિદ્યાર્થીઓને નાનપણથી દેશના બંધારણ વિશે માહિતી આપવાનું ભગીરથ કાર્ય શાળા દ્વારા પ્રેક્ટીકલ સ્વરૂપે થયું છે. તેમને તમામ શિક્ષકોની ટીમને વિદ્યાર્થીઓના ઉત્કર્ષ માટેના આવા કાર્ય બદલ ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા. અને મતગણતરીના દિવસે સમયસર હાજરી આપી ચુસ્ત બંદોબસ્ત ગોઠવવાની ખાતરી આપી હતી.

Back to top button
error: Content is protected !!