GUJARATKHERGAMNAVSARI

ખેરગામ જનતા માધ્યમિક શાળામાં પોલીસ દ્વારા ટ્રાફિકના કાયદા અને નિયમોનું માર્ગદર્શન આપવામાં આવ્યું

વાત્સલ્યમ્ સમાચાર

દિપક પટેલ-ખેરગામ

 

જનતા કેળવણી મંડળ સંચાલિત જનતા મધ્યમિક શાળા ખેરગામમાં  અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અને એમના વાલીશ્રીઓને ટ્રાફિક ના નિયમો અને કાયદાઓની જાગૃતિ અંગે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સદર કાર્યક્રમમાં ખેરગામ પોલીસ સ્ટેશન થી પધારેલ કુણાલભાઈ સુવાગિય, આસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર તેમની સાથે પધારેલ સ્ટાફ આહિર પ્રિયંકાબેન અને ગાવિત કાજલકુમારી દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓને ટ્રાફિક ના નિયમો અને કાયદા સંદર્ભે માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં મંડળના પ્રમુખ શ્રી અરવિંદભાઈ એન. પટેલ,કોષાધ્યક્ષશ્રી જગદીશભાઈ એમ.પટેલ અને શાળાના આચાર્યશ્રી ચેતન કે. પટેલ તેમજ શિક્ષકમિત્રો સહભાગી બન્યા હતા.

Back to top button
error: Content is protected !!