GUJARATHALOLPANCHMAHAL

હાલોલ બસ સ્ટેન્ડ વિસ્તારમાં ટ્રાફીક સમસ્યાને લઇ પોલીસ અને પાલીકાની ટીમ દ્વારા અડચણ રૂપ દબાણો દૂર કર્યા

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૮.૨.૨૦૨૬

હાલોલ બસ સ્ટેન્ડ નજીક કણજરી રોડ ચોકડીથી બસ સ્ટેન્ડ પોલીસ ચોકી સામે સુધી ના વિસ્તારમાં ટ્રાફીક સમસ્યાને લઇ હાલોલ ટાઉન પોલીસ અને હાલોલ નગર પાલીકા ની ટીમ દ્વવારા આ વિસ્તાર ના અડચણ રૂપ દુકાન એની આગળ ના ઓટલા તોડી દબાણો દૂર કર્યા હતા.આથી એક માસ પહેલા હાલોલ ટાઉન પોલીસ મથકે જિલ્લા પોલીસ વડા ની અધ્યક્ષતામાં લોકદરબાર યોજાયો હતો જેમાં મોટા ભાગની ફરીયાદ અને રજુઆત નગર માં ગેરકાયદેસર દબાણો અને આડેધડ પાર્કિંગ અને ટ્રાફિક સમસ્યાની હોવાથી આજે હાલોલ ટાઉન પોલીસ મથક ના પીઆઇ આર.એ. જાડેજા ને તેમની ટીમ પાલિકાની ટીમ ને સાથે રાખી હાલોલ બસ સ્ટેન્ડ નજીક કણજરી રોડ ચોકડી થી બસ સ્ટેન્ડ પોલીસ ચોકી સામે સુધી ના વિસ્તારમાં આવેલ દુકાનો અને કેબીન ધારકો તેમની દુકાન અને કેબીન ની આગળ બનાવેલા ઉટલા બનાવી દીધેલ અને તેની આગળ વાહનો પાર્ક કરતા હતા જેથી વાહન ચાલકો તેમજ રાહદારીઓની ભારે હાલાકી ભોગવાનો વારો આવ્યો હતો જેને કારણે રજૂઆતો કરતા આજે પોલીસ અને પાલીકા એ તેઓ સામે લાલ આંખ કરી ટ્રાફિકને અડચણરૂપ એવા દબાણો જેસીબી દ્વવારા તોડી પાડી જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી આ અભિયાન દરમ્યાન કેટલાક વાહનો જે આડેધડ પાર્ક હતા તેવા વાહનો ને દંડ ફટકાર્યો હતો.જોકે અભિયાન સતત ચાલુ રહે અને તોડેલા દબાણો ફરી ન થાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

Back to top button
error: Content is protected !!