રતનપુર થી મેરવાડા વચ્ચેનો બ્રિજ ભારે વાહનો માટે પ્રતિબંધ
બનાસકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી મિહિર પટેલ દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરાયું

16 જુલાઈ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
બનાસકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી મિહિર પટેલ દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરાયું બનાસકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી મિહિર પટેલ દ્વારા કાયદો અને વ્યવસ્થા તથા સુખાકારી સગવડો સારૂ ગુજરાત પોલીસ (સને-૧૯૫૧ ના ૨૨ મા) અધિનિયમ ૧૯૫૧ ની કલમ-૩૩(૧)(બી) હેઠળ મહત્વનું જાહેરનામું પ્રસિધ્ધ કરાયું છે. જે અંતર્ગત પાલનપુર તાલુકાના રતનપુર થી મેરવાડા ગામ વચ્ચે આવેલ બ્રિજ ભારે વાહનો માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ રૂટ ઉપર ભારે વાહનોને ડાયવર્ટ કરવા હુકમ કરાયો છે.
ભારે વાહનો માટે વૈકલ્પિક રૂટઃ-
(૧) રતનપુર ચોકડી થી મેરવાડા ચોકડી (પાલનપુર થી અંબાજી) જવા
> રતનપુર ચોકડી- લાલાવાડા- વગદા- ખારોડિયા- સેમોદ્રા- મેરવાડા ચોકડી (લંબાઈ-૧૨.૯ કિમી)
(૨) મેરવાડા ચોકડી થી રતનપુર ચોકડી (અંબાજી થી પાલનપુર) જવા
> મેરવાડા ચોકડી- સેમોદ્રા- ખારોડિયા- વગદા- લાલાવાડા- રતનપુર ચોકડી (લંબાઈ-૧૨.૯ કિમી) રહેશે. આ પ્રતિબંધિત હુકમના કોઈપણ ખંડનો ભંગ અગર ઉલ્લંઘન કરનાર શખ્સ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૩૧ તથા ૧૩૫ તેમજ ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.
કાર્યપાલક ઈજનેરશ્રી, રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ, અમદાવાદ, પોલીસ અધિક્ષકશ્રી, બનાસકાંઠા-પાલનપુર, કાર્યપાલક ઇજનેરશ્રી, માર્ગ અને મકાન વિભાગ (પંચાયત), બનાસકાંઠા-પાલનપુર તથા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટશ્રી, પાલનપુરની ભલામણને અનુરૂપ આ જાહેરનામું પ્રસિધ્ધ કરાયું છે.



