સંતરામપુર તાલુકામાં આંગણવાડી કેન્દ્ર ને નિશાન બનાવતા તસ્કરો..
સંતરામપુર તાલુકામાં આંગણવાડી કેન્દ્રો ને નિશાન બનાવતાં તસ્કરો….
અમીન કોઠારી :- મહીસાગર
તા.૧૩/૧૧/૨૪
સંતરામપુર તાલુકાના આંબા ગામની આંગણવાડી કેન્દ્ર નં.5 . અને બુગડના મુવાડા આંગણવાડી કેન્દ્ર માં તાજેતરમાં રાત્રીના સુમારે તસ્કરો એ ત્રાટકી ને આ આંગણવાડી કેન્દ્રો નાં મકાન ને મારેલ તાળા નકુચા તોડી ને આંગણવાડી કેન્દ્રો નાં મકાન માં પ્રવેશ કરીને આંબા ગામની આંગણવાડી કેન્દ્ર નં.5.માથી તેલનાં ડબ્બા નંગ બે તથા તેલનાં પાઉચ નંગ 48 તથામગ વીગેરે ની ચોરી કરી ને તસ્કરો ફરાર થઈ ગયેલ જે આ ધટનાની જાણ થતાં આ કેન્દ્ર ની આંગણવાડી વર્કર બેન દ્વારા આ ચોરી ની ધટના અંગે રવિવાર ના રોજ લેખિત માં સંતરામપુર પોલીસ મથકે અરજી આપી હતી.
સંતરામપુર તાલુકાના બુગડના મુવાડા ગામે આવેલ આંગણવાડી કેન્દ્ર નાં મકાન નાં તાળાં તોડી ને તસ્કરો એ મકાન માં પ્રવેશ કરીને મકાન માં મુકેલ તેલનો ડબ્બો નંગ એક તથા તેલનાં પાઉચ નંગ સત્તર તથા ચોખા પચ્ચાસ કીલો ને ચણા સો કીલો ની તસ્કરો ચોરી કરી ને ફરાર થઈ ગયેલ છે.
આ ધટના સંબંધી બુગડના મુવાડા આંગણવાડી કેન્દ્ર નાં વકૅરે
સંતરામપુર પોલીસ મથકે લેખિત માં અરજી સોમવારે આપી ને જાણ કરેલ છે.
સંતરામપુર તાલુકામાં તસ્કર ટોળકી નો ઉપપ્રદૂવ ધીમે ધીમે વધતો જાય છે ને આ તસ્કર ટોળકી આંગણવાડી કેન્દ્રો ને હાલ નિશાન બનાવી ને આંગણવાડી કેન્દ્રો નાં બાળકો માટે ની ખાદ્યપદાર્થો સગર્ભા મહિલા ઓ ને સુવાવડ થયેલ મહિલા ઓ માટે ના તેલનાં પાઉચ ને ચણા નો ખાદ્યપદાર્થો નો રાખેલ જથ્થો ની સીફત પુવૅક તસ્કરી કરી ફરાર થઈ જતાં હોય છે.
તયારે આ સરકારી આંગણવાડી કેન્દ્રો માં રાખેલ સરકારી અનાજ કઠોળ અને તેલ ની ચોરીનું પગેરુ શોધી ને તસ્કરો ને પકડે ને ચોરીઓનો ભેદ પોલીસ ઉકેલે તેવી માંગ ઉઠી છે.