હાલોલના કંજરી રોડ પર આવેલ હનુમાનજી મંદીર ખાતે હાલોલ ટાઉન પોલીસ દ્વારા ત્રણ વાત તમારી અને ત્રણ વાત અમારી કાર્યક્રમ યોજાયો

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૩૦.૮.૨૦૨૪
પંચમહાલ જિલ્લાના પોલીસ વડા હિમાંશુ સોલંકી ની સૂચના અને માર્ગદર્શન હેઠળ ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી કાર્યક્રમ અંતર્ગત આજ રોજ શુક્રવારે હાલોલ નગરના કંજરી રોડ ખાતે આવેલ હનુમાનજી મંદીર ખાતે ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં હાલોલ ટાઉન પોલીસ મથકના પોલીસ કર્મી તેમજ આ વિસ્તારના નગરજનો હાજર રહ્યા હતા.આ કાર્યક્રમ માં ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી માં પોલીસ દ્વારા પ્રજાજનોના પ્રશ્નોને સાંભળવા માં આવ્યા હતા.યોજાયેલ કાર્યક્રમમાં પોલીસની ત્રણ વાતમાં જણાવ્યું હતું કે નગરમાં ટ્રાફિક જામની સમસ્યા ઊભી થાઈ છે.જેમ કે બે વાહન સામસામે આવી જતા હોય છે. તેવા પ્રશ્ન પણ હલ થાય.જ્યારે સાયબર ક્રાઇમ ના ગુનાનો ભોગ પણ વધુ લોકો બને છે.તેવા ક્રાઇમ માંથી કેવી રીતે બચવું તેમાં કયા પ્રકાર ની સતર્કતા રાખવી જોઈએ અને પોતાના મોબાઈલ ફોન પર કોઈ અજાણ્યા ઇસમ દ્વારા ફોન આવે અને તે ઓટીપી માંગે પુરી વિગત જાણ્યા વગર આપવો ના જોઈએ તેવી અનેક માહિતી આપવામા આવી હતી.આ ઉપરાંત કોઇને કોઈપણ સમસ્યા હોય અને પોલીસ ની મદદ ની જરૂર હોય તો તુરંત પોલીસ નો સંપર્ક કરવો પોલીસ નગરજનો અને નગરજનો એકબીજાને મદદ રૂપ થાય તેવા પ્રયાસો કરવા જોઈએ આવી ચર્ચાઓ પોલીસ પબ્લિક વચ્ચે કરવામાં આવી હતી યોજાયેલ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.અને ત્રણ વાત તમારી અને ત્રણ વાત અમારી વિષે ચર્ચા કરવામાં આવી હતી.











