ANANDANAND CITY / TALUKOGUJARAT

આણંદ ખરાબ રસ્તા ને લઈને લોકો ત્રાહિમામ આખરે રોડ રસ્તા રીપેરીંગની કામગીરી શરૂ કરાઈ

 

 

 

 

 

 

 

 

તાહિર મેમણ – આણંદ – 08/07/2025 આણંદ શહેર મેં ખરાબ રસ્તા લઈને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ખરાબ રસ્તા ને લઈને એક્સીડંટ નો ભય રહે રોડ માં ખાડા હોવાના કારણે વરસાદ નું પાણી ભરાય છે ગંદગી જોવા મળે છે ટ્રાફિક જામ સર્જાય છે આખરે મહાનગરપાલિકા દ્વારા ચોમાસાની ઋતુ દરમિયાન શહેરીજનોને વાહન વ્યવહારમાં અગવડતા ન પડે તેમજ વાહન વ્યવહાર સરળતાથી ચાલી શકે તે માટે અલગ અલગ વિસ્તારોમાં ભારે વરસાદને કારણે નુકસાની પામેલ રસ્તાઓની રીપેરીંગ તેમજ રીસ્ટોરેશનની કામગીરી હાથ ધરેલ છે. જેમાં ડામર પેચવર્ક, વેટમિક્સ પેચ, WMM પેચ જેવી કામગીરી હાથ ધરવામાં આવી છે.

 

 

 

આણંદ મહાનગરપાલિકા દ્વારા ટીપી ૯ પાસે આવેલ મોટી ખોડિયાર વિસ્તારમાં ગટરલાઈનને કારણે બિસ્માર થયેલ અંદાજિત ૯૨૦ મીટર લંબાઈના રોડને નગરજનો તથા સ્કૂલમાં જતા બાળકોની સુવિધાના ભાગરૂપે તાત્કાલિક ધોરણે મહાનગરપાલિકાના વાર્ષિક ઇજારેદાર પાસે ૬ મીટરની પહોળાઈમાં ૯૨૦ મી રોડને રીપેર કરી મોટરેબલ બનાવવામાં આવ્યો છે.

 

 

 

આણંદ મહાનગરપાલિકાના તમામ ઝોનમાં અલગ અલગ રહેણાંક તથા કોમર્શિયલ વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પડેલ ખાડા તથા રસ્તા રીપેરીંગની આવતી ફરિયાદોને નિવારવા માટે વરસાદની પરિસ્થિતી હળવી થતાં જ ૧ – જે.સી.બી., ૧ – રોડ રોલર, ૪ – ટ્રેકટર તથા ૨૦ – લેબર દ્વારા જરૂરિયાત મુજબ રોડ મટિરિયલ વેટમિક્સ, મોરમ દ્વારા રસ્તા રીપેરીંગ કરવામાં આવી રહ્યા છે.

 

 

 

આ ઉપરાંત આણંદ મહાનગરપાલિકા ખાતે રોડ રસ્તા રીપેરીંગની મળતી ફરિયાદો નિવારવા આણંદ મહાનગરપાલિકા દ્વારા તમામ ઝોન વિસ્તારમાં રોડ મટીરીયલ જેવા મેટલ ડસ્ટ, વેટમિક્સ વગેરેનો જથ્થો ઉપલબ્ધ બનાવવામાં આવ્યો છે, જેથી તાત્કાલિક નાગરિકોની ફરિયાદ /સમસ્યાનું નિવારણ લાવી શકાય, તેમ નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી એસ. કે. ગરવાલ દ્વારા જણાવવામાં આવ્યું છે.

Back to top button
error: Content is protected !!