હાલોલ:એમ.એન્ડ.વી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે પંચમહાલ જિલ્લા સહકારી સંઘ અને અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા તાલીમ વર્ગનું આયોજન કરાયું
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૮.૮.૨૦૨૫
શ્રી હાલોલ મહાજન ઉચ્ચ શિક્ષણ મંડળ સંચાલિત એમ.એન્ડ વી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ,હાલોલમાં પંચમહાલ જિલ્લા સહકારી સંઘ અને અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા તા.18/ 08 /2025 ના રોજથી યુવક સહકારી તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમના શુભારંભ માં અધ્યક્ષ સ્થાને કમિટી મેમ્બર્સ મુકુંદભાઈ દેસાઈ ,હાલોલ જનતા સહકારી બેંકના ચેરમેન રાજનભાઈ શાહ, હાલોલ કોલેજના પ્રિ.ડૉ.યશવંત શર્મા તેમજ પંચમહાલ જિલ્લા સહકારી સંઘના CEI દેવેન્દ્રસિંહ સોલંકી ,મહિલા CEI કલ્પુબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.આ યુવક સહકારી તાલીમ વર્ગ એક સપ્તાહ સુધી ચાલશે.અર્થશાસ્ત્ર વિભાગના યુવક સહકારી તાલીમ વર્ગ નું આયોજન અર્થશાસ્ત્ર વિષયના પ્રા.વી.કે.ભાલોડીયા , ડૉ.અમિષાબેન પ્રજાપતિ , ડૉ .મનોજભાઈ પટેલ કોલેજના સાથી અધ્યાપક મિત્રો ,નોન ટીચીંગ સ્ટાફ તેમજ અર્થશાસ્ત્ર વિષયના વિદ્યાર્થી ભાઈ – બહેનોના સાથ સહકારથી સુંદર અને સફળ શુભારંભ કરવામાં આવ્યો હતો.








