DAHODGUJARAT

દાહોદ તાલુકાના નગરાળા પીએચસી ખાતે એલસીડીસી અભિયાન અંતર્ગત યોજાઇ તાલીમ

તા.૦૬.૧૨.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

dahod:દાહોદ તાલુકાના નગરાળા પીએચસી ખાતે એલસીડીસી અભિયાન અંતર્ગત યોજાઇ તાલીમ

દાહોદ તાલુકાના નગરાળા પીએચસી ખાતે એલસીડીસી અભિયાન હેઠળ તારીખ ૦૮ ડિસેમ્બરથી ૨૭ ડિસેમ્બર, 2025 સુધી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નગરાળા ખાતે ઔપચારિક તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે કે અંતર્ગત તાલીમમાં આશા વર્કરો, સમુદાય સ્વયંસેવકો અને પીએચસી સ્ટાફે પોતાની નિર્ધારિત ભૂમિકાઓ અનુસાર સક્રિય રીતે ભાગ લીધો.કાર્યક્રમ દરમિયાન ફીલ્ડમાં રક્તપિત રોગના સંભવિત કેસોની વહેલી ઓળખ, સમયસર રિપોર્ટિંગ, યોગ્ય રેફરલ પ્રક્રિયા તેમજ સમુદાય જાગૃતિ પ્રવૃત્તિઓ અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું. ઉપરાંત સ્વાસ્થ્ય સેવાઓને વધુ અસરકારક બનાવવા ભાગલેનારાઓને તેમની જવાબદારીઓ તથા કાર્યપદ્ધતિ અંગે સ્પષ્ટ સમજ આપવામાં આવી. અંતે, અભિયાનને સફળ બનાવવા માટે તમામ કર્મચારીઓએ સંકલિત રીતે કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

Back to top button
error: Content is protected !!