GUJARATMODASA

મોડાસા સી.ડી.પી.ઓ કચેરીના હોલ ખાતે ‘પોષણ સંગમ” કાર્યક્રમ અંતર્ગત,ચાર દિવસીય C-MAM & EGF ની તાલીમ યોજાઈ.

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

મોડાસા સી.ડી.પી.ઓ કચેરીના હોલ ખાતે ‘પોષણ સંગમ” કાર્યક્રમ અંતર્ગત,ચાર દિવસીય C-MAM & EGF ની તાલીમ યોજાઈ.

તાલીમાર્થીઓ માટે પહેલી વાર ભરપૂર ભોજન સાથે સુંદર વ્યવસ્થા કરાઈ.

અરવલ્લી જિલ્લા સંકલિત બાળ વિકાસ યોજના શાખા ના,મોડાસા સી.ડી.પી.ઓ કચેરીના હોલ ખાતે ઘટક-૧ અને ઘટક -૨ ના આંગણવાડી કાર્યકર બહેનો માટે ‘પોષણ સંગમ” કાર્યક્રમ અંતર્ગત ચાર દિવસીય C-MAM & EGF ની તાલીમ યોજવામાં આવી છે,આ તાલીમમાં મોડાસા ઘટક-૧ ના ૧૩૦ અને ઘટક-૨ ના ૧૧૨ જેટલા આંગણવાડી કેન્દ્રોના કાર્યકર બહેનો ઉપસ્થિત રહ્યા

હતા,આ તાલીમ ઘટક-૧ સી.ડી.પી.ઓ નેહાલીકા બહેન અને ઘટક-૨ના સી.ડી.પી.ઓ ફાલ્ગુની બહેન દ્વારા તાલીમ આપવામાં આવી રહી છે.આ તાલીમમાં આંગણવાડી કાર્યકર બહેનો માટે ભરપૂર સ્વીટ સાથે ગુજરાતી ભોજન સાથે સુંદર વ્યવસ્થા કરવામાં આવતા ,તાલીમાર્થી કાર્યકર બહેનોએ સી.ડી.પી.ઓ ની કામગીરીને બિરદાવી હતી,અહીં સવાલ એ થાય છે કે ! અત્યાર સુધી જિલ્લાના ઘટકોમાં અનેક તાલીમો યોજાઈ ગઈ હશે,શુ આવી તાલીમો માં ભોજન સાથે વ્યવસ્થા નહિ હોય? જો હોય તો ભોજન સહિતનો લાભ કેમ નહિ મળ્યો હોય? જેવા અનેક ઉઠ્યા છે,મોડાસા સહિત જિલ્લાના અન્ય ઘટકોમાં આવીજ રીતે પારદર્શક તાલીમ યોજાશે? જો યોજાઈ ગઈ હોય તો પારદર્શકતા સાથે યોજાઈ હશે? કારણકે કાર્યકરો બહેનો એ જણાવ્યુ હતું કે આવી તાલીમ પહેલી હશે જે વ્યવસ્થા નો અમે લાભ લઇ સંતોષ માણ્યો છે.

Back to top button
error: Content is protected !!